અમદાવાદ શહેરના સી.જી.રોડ પર આવેલા એક્વા સ્પામાં મસાજનું કામ કરતી થાઇલેન્ડની ચાર યુવતીઓ ગેરકાયદે રીતે નોકરી કરતી હોવાનો પર્દાફાશ થયો છે. સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમી મળતાં પોલીસે દરોડા પાડ્યા હતા.
આ દરમિયાન પોલીસને કોઇ દેહ વ્યાપાર ચાલતો હોવાનો પુરાવો નહીં મળતાં તેમણે થાઇલેન્ડની યુવતીઓની પૂછપરછ કરી હતી. યુવતીઓની પૂછપરછ અને ડોક્યુમેન્ટ જોતાં તમામ યુવતીઓ બિઝનેસ વિઝાના પર દેશમાં આવીને નોકરી કરતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
હાલ પોલીસ સ્પા સંચાલક માલિકની ધરપકડ કરીને ચાર થાઇલેન્ડની યુવતીઓ વિરુદ્ધમાં ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
126 , 3