મોદીના આગમણ પહેલા અમદાવાદમાં સી-પ્લેનનું થશે ઉતરાણ, 31મીએ ઉદ્ધઘાટન

31મી ઓક્ટોબરે પીએમ મોદી સી-પ્લેનનું ઉદ્ઘાટન કરી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રંટ પર પહોંચશે.

દેશનું પ્રથમ સી-પ્લેન અમદાવાદ આવી પહોંચશે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન કોચીથી ગોવા થઈ અમદાવાદ આવશે. અહીં આવ્યા પછી સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.  31મી ઓક્ટોબરે પીએમ મોદી સી-પ્લેનનું ઉદ્ઘાટન કરી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રંટ પર પહોંચશે.

સી-પ્લેન મારફતે અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતા અંદાજે 50 મિનિટ જેટલો સમય લાગશે.

અમદાવાદ આવવા માટે રવાના થયેલું સી પ્લેનના આગમનને લઈ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સવારથી જ ફાયર બ્રિગેડના જવાનોને રિવરફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે. વિવિધ વિભાગના અધિકારીઓની ટીમ પણ ટૂંક સમયમાં રિવરફ્રન્ટ આવી પહોંચશે. સાથે જ આ પ્રોજેક્ટની તમામ કામગીરીને પણ આખરી ઓપ અપાઈ ગયો છે.

જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ પર સિંગનલના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે સાથે જ સાબરમતી નદીમાં પાણીનું લેવલ પણ વધારી દેવામાં આવ્યું છે. આજે સી પ્લેન સાબરમતી નદીમાં જ સીધુ ઉતારવામાં આવશે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા જ સી પ્લેનના ટ્રાયલ માટે રિવરફ્રન્ટ પર તૈયારીઓ ચાલી રહી છે.

જણાવી દઇએ, અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રંટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉંટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોંડી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે.

ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે એક્તા દિવસની ઉજવણીમાં ભાગ લેવા ગુજરાત આવી રહ્યાં છે. જો કે 30મી ઓક્ટબરની સાંજે ગુજરાત આવી જશે. સૂત્રોને મળતી જાણકારી મુજબ 30મી રાતે હીરાબાના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા છે. આ સાથે જ તેમનો આ ગુજરાત પ્રવાસ નીચે મુજબનો હશે.

 • 30 ઓક્ટોબર સાંજે 3 કલાકે કેવડિયા હેલિપેડ પર આગમન
 • પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન કરશે
 • ફેરી બોટ (ક્રુઝ ) નું  ઉદ્ધઘાટન
 • ભારતભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન,કેકટર્સ ગાર્ડન,એકતા નર્સરીનું પણ ઉદ્ઘાટન કરશે
 • સાંજે 6 કલાક બાદ કેવડિયા ખાતે જ કરશે રોકાણ

બીજો દિવસ (31 ઓક્ટોબર)

 • સવારે 7 કલાકે આરોગ્ય વનનું ઉદ્ઘાટન
 • સવારે 7.30 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ચરણ પૂજા
 • સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ
 • સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોગ પ્રવચન
 • સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ
 • બાદમાં તળાવ નંબર 3 પર જશે
 • સી પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે

 198 ,  3