September 23, 2020
September 23, 2020

દો ગજ દૂરી.. ભાજપાની મજબૂરી..! રૂપાણી સાહેબ આમનો દંડ કોણ ભરશે..?

સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસની સોશિયલ મીડિયામાં ટીકાઓ શરૂ

દેશમાં બેકાબૂ બનેલા કોરોનાને અને કાબુ લાવવા વડાપ્રધાન મોદીએ જનતાને દો ગજ દૂરી રાખવા અપીલ કરી હતી. પરંતુ ભાજપના કેટલાક નેતાઓ એમાં ખાસ કરીને નવા નિમાયેલા ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અનાદર કરી રહ્યા હોય તેવું લાગી રહી છે. કોરોનાને અટકાવવા સરકારે ગાઇડલાઇન મુજબ કેટલાક નિયમો બહાર પાડ્યા છે. ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ નિયમોને અનુસરીને ચાલી રહ્યા છે. પરંતુ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ભાજપા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યક્રમમાં આ તમામ નિયમોના ધજાગરા ઉડ્યા હતા. સીઆર પાટીલ સહિત કેટલાંક કાર્યકર્તાઓએ નિયમોને નેવે મૂકી જાહેરનામાનો ભંગ કર્યો હતો. પાટીલના કાર્યક્રમમાં ન તો સોશિયલ ડિસ્ટન્સ જળવાયું, ન તો દો ગજની દૂરી..

હાલ સોશિયલ મીડિયા ઉપર સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસની ટીકાઓ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં આ ફોટાને લઈને કેટલાક સવાલો ઉભા થઇ રહ્યા છે કે આખરે તંત્ર શા માટે મૌન છે શા માટે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ નેતાઓ વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવાના તેમજ માસ્ક પહેરવાના તેમજ જાહેરનામા ભંગ સહિતના ગુનાઓ દાખલ કરવામાં નથી આવી રહ્યા.

સરકારે રાજ્યમાં આ તમામ તહેવારો તેમજ જાહેરમાં યાત્રા કે જશ્ન મનાવવાની મનાઈ ફરમાવી છે. એટલું જ નહીં ભક્તોની ભીડને લઇ મંદિરોમાં દર્શન પણ બંધ કરાવ્યો હતો. તો બીજી તરફ સૌરાષ્ટ્રની મુલાકાતે ગયેલો સીઆર પાટીલના સ્વાગતમાં કાર્યકર્તાઓ બેકાબૂ બની જાહેરમાં આતશબાજી તેમજ જશ્ન મનાવ્યો હતો.

ખાનગી વાહન માં ચાર થી વધુ વ્યક્તિ હોય તો પોલીસ તેને દંડ કરે છે અટકાયત કરે છે અને નેતાઓ ની ઓપન જીપ માં દસ દસ કાર્યકર્તાઓ ફરે એમને ઉલ્ટાનું પ્રોટેકશન આપવાનું પણ પોલીસ પણ શુ કરે એમને તો સત્તા માં બેઠા નેતા જેવું કરે એવુ કરવા દેવું પડે સામે બોલાય તો નહિ જ ધાર્મિક કાર્યક્રમો માં મંજૂરી આપવામાં આવતી નથી કોરાના ની નવી ગાઈડ લાઈન પ્રમાણે લગ્ન પ્રસંગ હોય, જન્મ મરણ નું કોઈ પણ પ્રસંગ હોય એમાં પચાસ થી વધુ લોકો ને આવવા નહિ દેવા એવા સરકાર શ્રી ના આદેશ છે સરકાર દ્વારા મસમોટી જાહેરાતો કરવામાં આવે છે કે સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન કરવામા આવે માસ્ક નહિ પહેરો તો એક હજાર રૂપિયા સુધી નો દંડ કરવામાં આવશે પરંતુ શુ આ કાયદાઓ ફક્ત ને ફક્ત આમ નાગરિક માટે જ છે? સરકાર માં રહેતા નેતાઓ કાર્યકર્તાઓ માટે આ કાયદો લાગુ ડતો નથી?

ભાજપ અઘ્યક્ષની રેલી માં કાર્યકર્તાઓ દ્વારા અધ્યક્ષ શ્રી ના સન્માન માટે ભીડ એકઠ્ઠી કરવી, જાહેર માં ગરબા રમવા, સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન ન કરવું, અમુક કાર્યકર્તાઓ એ માસ્ક ન પહેર્યા આ ગુનો બનતો નથી? જો ગુનો બનતો હોય તો તેમની ઉપર કાર્યવાહી કેમ નહિ શુ આને જ લોકશાહી કહીશુ? આપનું શુ કહેવું છે?

 86 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર