CAA અને NRCથી મુસલમાનોને કોઈ સમસ્યા થશે નહીં : મોહન ભાગવત

આપણે દેશના અલ્પસંખ્યકોની ચિંતા કરીશું : સંઘના વડા

તમામ ભારતીયના ડીએનએ એક વાળા નિવેદન બાદ સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે નાગરિકતા કાયદો (CAA) કોઈપણ ભારતના નાગરિક વિરુદ્ધ બનાવવામાં આવ્યો નથી. ભારતના નાગરિક મુસલમાનોને સીએએથી કંઈ નુકસાન થશે નહીં.તેમણે કહ્યું કે, વિભાજન બાદ એક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આપણે દેશના અલ્પસંખ્યકોની ચિંતા કરીશું. આપણે આજ સુધી તેની પાલન કરી રહ્યાં છીએ. પાકિસ્તાને તેમ કર્યું નથી.

સંઘ પ્રમુખે કહ્યુ- સીએએથી કોઈ મુસલમાનને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. સીએએ અને એનઆરસીને હિન્દુ-મુસ્લિમ વિભાજનથી કોઈ લેવા-દેવા નથી. રાજકીય લાભ લેવા માટે તેને સાંપ્રદાયિક રૂપ આપવામાં આવ્યું છે.

આ સાથે તેમણે કહ્યું- 1930થી યોજનાબદ્ધ રીતે મુસ્લિમોની સંખ્યા વધારવાના પ્રયાસ થયા, એવો વિચાર હતો કે જનસંખ્યા વધારી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરીશું અને પછી દેશને પાકિસ્તાન બનાવીશું. આ વિચાર પંજાબ, સિંધ, અસમ અને બંગાળ વિશે હતો. કેટલીક માત્રામાં આ સત્ય થયું, ભારતનું વિખંડન થયું અને પાકિસ્તાન થઈ ગયું. પરંતુ જેવું જોઈતું હતું તેમ ન થયું. 

 50 ,  1