CAA દેશના મુસ્લિમોને ડરાવવા માટે લાવવામાં આવ્યો છે: દિગ્વિજય સિંહ…

સીએએ અને એનઆરસીને લઈને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન તાક્યું છે. દિગ્વિજય સિંહે જણાવ્યું છે કે, હાલ સીએએની કોઇ જરૂર નહતી પરંતુ દેશના મુસ્લિમોને ડરાવવા માટે મોદી સરકાર આ કાયદો લઇને આવી છે. ભારતમાં પ્રત્યેક ધર્મ અને જાતિના લોકોના સમાન અધિકાર છે. સીએેએને લઈને કેન્દ્ર સરકાર પોતે જ મૂંઝવણમાં છે.

દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકાર પર સવાલ કર્યાં કે, CAAની આવશ્યકતા શું હતી? કેન્દ્ર સરકાર પાસે પહેલાંથી જ નિયમો હેઠળ કોઈ પણને નાગરિકતા આપવાનો અધિકાર છે. તેનાથી સ્પષ્ટ છે કે આ કાયદો દેશના મુસલમાનોને ડરાવવા માટે લાવવામાં આવ્યો છે. NRCને અસમમાં લાગૂ કરવામાં ભૂલ થઈ, તેમ છતાં તેને દેશમાં લાગૂ કરવાની વાતો કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, હું દાવા સાથે કહું છું કે, વડાપ્રધાન મોદી આ મામલે પોતે ખોટું બોલી રહ્યાં છે. દેશના હિંદુ, મુસ્લિમ, શિખ અને ઈસાઈ રાષ્ટ્રભક્ત છે.

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ભાજપ મને દેશદ્રોહી કહે છે પરંતુ મોદી સરકારમાં ઈન્ટેલિજન્સ ફેલિયરની તપાસ તો થતી નથી. આજે એક વિશેષ વર્ગને નિશાનો બનાવી રહ્યા છે. દેશના તમામ ધર્મના લોકોએ આઝાદીની લડત લડી છે. અનેકતામાં એકતા દેશની ઓળખ છે. મોદી અને શાહ આ ભાવનાને બગાડી રહ્યા છે.

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર