CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક

1થી5 ધોરણના ઓફલાઇન કલાસ સહિત આ મુદ્દે ચર્ચા સંભવ

ભાજપની પ્રદેશ કારોબારી બેઠક ના કારણે બપોરે 12 વાગે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક. આજે મળનાર કેબિનેટની બેઠકમાં નોનવેજની લારી અને ધોરણ 1થી5ના ક્લાસ શરૂ કરવા અંગે મંથન થઇ શકે છે. બેઠકમાં કોરોનાના વધતાં જતાં કેસ સંદર્ભે અને વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા કરાશે. 1થી5 ધોરણના ઓફલાઇન વર્ગો શરૂ કરવા મુદ્દે વિચાર વિમર્શ થઇ શકે છે. ટેકાના ભાવે ચાલતી જણસની ખરીદી પર પણ સમીક્ષા થશે.

ચોમાસામાં અતિવૃષ્ટીના કારણે થયેલા નુકસાનના બાકી રહેલા 8 જિલ્લાઓના વળતર સંદર્ભે સમીક્ષા થશે. ઉપરાંત મહાનગરમાં નોનવેજની લારી બાબતે લેવાયેલા નિર્ણયો સંદર્ભે પડેલા રાજકિય પ્રત્યાઘાતનોની પણ ચર્ચા થશે. ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે પણ સમીક્ષા કરાશે.

ખેડ઼ૂતોને સહાય આપવા મામલે થશે ચર્ચા 

અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. જેથી ખેડૂતોને સહાય આપવા મામલે પણ વિચારણા ચાલી રહી છે. જેને લઈને આજે નિર્ણય લેવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારમે ખેડૂતોના પાકને સૌથી વધારે નુકશાન થયું છે. 

ભાજપની પ્રદેશ કારોબારીની પણ મળશે બેઠક 

આજે ભાજપની પ્રદેશ કારોબારીની મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં રાજકીય પ્રસ્તાવો રજૂ થશે. આ સાથે આજે પદ્મભૂષણ એવોડ મેળવેલા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. જેમાં 7 જેટલા એવોર્ડ મેળવેલા લોકોનું ભાજપ સન્માન કરશે. આ સમયે ભાજપના સિનિયર નેતાઓ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહશે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. તેમજ કાર્યકર્તાઓ સાથે મળીને આગાણી રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી