CAITનો દિગ્ગજ ઈ-કોમર્સ કંપની Amazon પર ગંભીર આરોપ

દેશદ્રોહનો કેસ દાખલ કરો: CAIT

કન્ફેડરેશન ઓફ ઈંડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા દિગ્ગજ ઈ કોમર્સ કંપની અમેઝોન(Amazon) પર એક ગંભીર આરોપો લગાવામાં આવ્યા છે. તેમજ CAIT દ્વારા કહેવામાં આવ્યું છે એમેઝોન પર ગાંજા જેવા પદાર્થનું વેચાણ કોઈ માોટી વાત નથી. સાથે જ કૈટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2019માં જ્યારે પુલવામાં આંતકી હુમલામાં આંતકીઓ જે રસાયણનો ઉપયોગ બોમ્બ બનાવા થયો હતો. તે રસાયણને પણ એમેઝોનની વેબસાઈટ પરથી ખરીદવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, 2019માં કાશ્મીરના પુલાવામામાં જે આતંકી હુમલો થયો હતો તેમા 40 સીઆરપીએફના જવાનોના મોત થયા હતા. આ મામલે તપાસ એજન્સીઓ દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી. કે જે રસાયણ આતંકીઓએ બોમ્બમાં યુઝ કર્યું હતું તે રસાયણને આરોપીઓએ એમેઝોન પરથી મંગાવ્યું હતું. જોકે બાદમાં તપાસ એજન્સીઓ દ્વારા એમેઝોનની મદદ લઈનેજ બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી.

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરકિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે એનઆઈએ તરફથી જ્યારે બે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેમણે સ્વીકાર કર્યો હતો કે તેમણે એમેઝોન દ્વારા બેટરી, આઈઈડી અને અન્ય સામાન ખરીદ્યો હતો. આ હુમલામાં અમોનિયમ નાઈટ્રેટ સાથેજ નાઈટ્રોગ્વલિસરીનો પ્રયોગ કરીને બોમ્બ બનાવામાં આવ્યો હતો.

2011માં એમોનિયમ નાઈટ્રેટ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો

અમોનિયમ નાઈટ્ટેટ ધણી સરળતાથી લોકો ઓનલાઈન માધ્યમે ખરીદી શકે છે. પરંતું ખરેખરમાં તે પ્રતિબંધિત પદાર્થ છે. સાથેજ તેનો ઉપયોગ દેશની વિરુદ્ધમાં કરવામાં આવ્યો હતો. જેથી આ મામલે એમેઝોન સામે દેશદ્રોહનો કેસ લાગવો જોઈએ તેવું CAIT દ્વારા કહેવામાં આવ્યું છે. 2011માં એમોનિયમ નાઈટ્રેટ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. કારણકે 2006માં વારાણસી અને 2008માં દિલ્હીમાં જે બ્લાસ્ટ થયા તેમા એમોનિયમ નાઈટ્રેટ યુઝ કરવામાં આવ્યું હતું.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી