શું બુટલેગર પણ ચૂંટણી લડી શકે ?, મતદારો સ્વીકારશે ?

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓમાં બે દાગી ઉમેદવારો પણ છે. આણંદની બેઠક પર ભાજપના ઉમેદવાર નિતેશ પટેલ ગોધરા રમખાણ કેસના આરોપી છે. જ્યારે દાહોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટાર કબુતર બાજીમાં પકડાયા.

આ ચૂંટણીમાં એક બુટલેગર કે જે દારૂનો ગેરકાયદે ધંધો કરે છે તેને પણ ઉમેદવારી નોંધાવી છે. જુનાગઢ બેઠક પર કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાએ પોલીસ જાપતા હેઠળ કલેકટર ઓફીસમાં જઈને ઉમેદવારી પત્ર ભર્યું છે. હાલમાં તે જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ જેલમાં છે. તેની સામે 26 કેસો નોંધાયેલા છે.

બુટલેગર ચૂંટણીમાં ઉભા રહે એ લોકશાહીમાં સ્વતંત્રતા ભલે કહેવાય પરંતુ મતદારો તેને સ્વીકારશે કે કેમ અને તેને કોણ કેટલા મતો આપશે તે પણ રસપ્રદ બની રહેશે.

 28 ,  3