કેનેડાના PMએ ભારત પાસે માંગી મદદ, મોદીએ કહ્યું – અમે તમારી સાથે…

જસ્ટિન ટ્રુડોએ ભારત પાસે કોરોના રસીની માંગ કરી, PM મોદીએ આપ્યું આશ્વાસન

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ભારત પાસે મદદ માંગી છે. ખેડૂત આંદોલન દરમિયાન મોદી સરકારની આલોચના કરનાર ટુડોએ ભારત પાસે કોરોના વેક્સિનની માંગ કરી છે. તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ જસ્ટિન ટ્રુડોને આશ્વાસન આપતા કહ્યું- ભારત કોરોના વિરુદ્ધ જંગમાં તેમને પૂરેપૂરો સહયોગ આપશે. પીએમ મોદીએ તેમને દરેક શક્ય મદદ આપવાનો ભરોસો આપ્યો હતો.

પ્રધાનમંત્રી કાર્યાલયથી જારી એક નિવેદન મુજબ મોદીએ જસ્ટિન ટ્રુડોને આશ્વાસન આપતા કહ્યું કે ભારતે જે કંઈ અન્ય રાષ્ટ્રો માટે કર્યું તેવી જ રીતે કેનેડાના રસીકરણના પ્રયાસોમાં સર્વશ્રેષ્ઠ મદદ કરશે.

ટ્રુડોએ કહ્યું કે કોવિડ 19ની વિરુદ્ધ લડાઈમાં ભારતની અભૂતપૂર્વ ઔષધીય ક્ષમતાનું મહત્વપૂર્ણ યોગદાન હશે. ભારતની આ ક્ષમતાને વિશ્વની સાથે શેર કરવા માટે તેમણે પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા છે. ટ્રુડોની આ ભાવના માટે મોદીએ તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

બન્ને નેતાઓએ જળવાયુ પરિવર્તન અને કોરોના મહામારીના આર્થિક દુષ્પ્રભાવો સહિત અનેક અન્ય મહત્વના મુદ્દા પર લગભગ ભાગીદારી ચાલૂ રાખવા માટે સહમતિ વ્યક્ત કરી છે. એ બાદ પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું કે કેનેડા દ્વારા કોવિડ 19 રસીની માંગની પૂર્તિ માટે ભારત શક્ય પ્રયાસ કરશે.

 62 ,  1