રાજ્યસભા પેટા ચૂંટણી: એસ જયશંકર અને જુગલજીએ ભર્યું ઉમેદવારી ફોર્મ

ગુજરાતમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા બે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને જુગલ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેન્દ્રિય વિદેશમંત્રી એસ જયશંકર અને બીજી બેઠક પર મહેસાણાના ઠાકોર સમાજના નેતા જુગલ લોખંડવાલા(ઠાકોર)ની પસંદગી કરી છે. આજે બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પહેલા બંને ઉમેદવારો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. જેમાં તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, તથા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અમિત શાહે ગાંધીનગર બેઠક અને સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક પર લોકસભા ચૂંટણી જીતતા રાજીનામા આપ્યા છે. જેને પગલે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે.

 19 ,  1