ખરીદ-વેચાણને રોકવા આસામમાંથી ઉમેદવારોને જયપુર ખસેડાયા

મહાજોત સંગઠનની પાર્ટીના 18 ઉમેદવારો જયપુર પહોંચ્યા

બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણીઓ થવાની છે પરંતુ તેની નજીક આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણીઓ પૂરી થઇ ગઇ છે. બે મેના રોજ પરિણામ જાહેર થાય તે પહેલા આસામમાં કોંગ્રેસ સહિતના પક્ષોના બનેલા મહાજોત ગઠબંધનની પાર્ટી AIUDFના 19 ઉમેદવારોમાંથી 18 ઉમેદવારોને કોંગ્રેસ શાસિત રાજસ્થાનના જયપુર નજીકના એક રીસોર્ટમાં રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ અને મહાજ્યોતની એવી આશા છે કે, આસમમાં તેમની સરકાર બની રહી છે. તેથી ભાજપ તેમણી નીતિ રીતિનો ઉપયોગ કરીને ધારાસભ્યનું ખરીદ વેચાણ ના કરે તે માટે અમારા ઉમેદવારોની સલામતી સ્થળે લઇ જવામાં આવે છે.

આસામમાં ચૂંટણીઓ શરૂ થઇ ત્યારે ફરીથી ભાજપની સરકાર બનશે એવા નિર્દેશો મળી રહ્યા હતા. પરંતુ જેમ જેમ બીજા તબક્કાનું મતદાન નજીક આવ્યું તેમ તેમ ચૂંટણી ચિત્ર બદલાયેલું જોવા મળ્યું. અને કોંગ્રેસ અને મહાજોત સરકાર બનાવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને સંગઠને પોતાના ઉમેદવારોને અત્યારથી સુરક્ષિત કરી દીધા છે. જો કે પરિણામ બાદ ચિત્ર સ્પષ્ટ થશે કે ખરેખર કોણી સરકાર બની રહી છે.

 42 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર