શું ચોકીદારની પણ હવે ચોક્કસ જાતિ-જ્ઞાતિ નક્કી થશે ?

ભાજપના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના નામની આગળ ચોકીદાર લખવાનો ઇન્કાર કર્યો છે. તેમણે એમ કહ્યું કે, તેઓ પોતે બ્રાહ્મણ છે અને તેથી તેઓ પોતાના નામની આગળ ચોકીદાર નહીં લખે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ નેતાઓ પોતાના નામની આગળ ચોકીદાર લખી રહ્યા છે.

કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા એવો આરોપ મુકવામાં આવ્યો છે કે, મોદી પોતાની દેશના ચોકીદાર ગણાવે છે. પરંતું રાફેલા વિમાન સોદામાં ચોકીદારી 30 હજાર કરોડ ચોરીને અનિલ અંબાણીને આપ્યા છે. રાહુલ ગાંધીના આ આરોપના જવાબમાં મોદીએ “મેં ભી ચૌકીદાર હું” કહીને પોતાના નામની આગળ ચોકીદાર લખ્યું અને ભાજપના નેતાઓએ પણ એવું જ કર્યું. પરંતું સ્વામીએ ચોકીદાર બનવાનો ઇન્કાર કરીને તેને જ્ઞાતિ સાથે જોડીને એમ કહ્યું, હું બ્રાહ્મણ…હું શું કામ ચોકીદાર બનું…

આમ ભાજપના આ નેતાએ જાતિ ભેદ દર્શાવ્યું છે. જાણે કે ચોકીદારની નોકરી કે વ્યવસાય બીજી જાતિઓ જ માટે હોય એવું તેઓ પુરવાર કરવા માંગતા હોય એમ માનવામાં આવી રહ્યું છે. ચોકીદાર ભલે ના બને પરંતું તેને જ્ઞાતિ-જાતિ સાથે જોડવાની શું જરૃર છે ? એવો સવાલ પણ ચર્ચાઇ રહ્યો છે.

 124 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી