રાજધાની દિલ્હી થયું અનલોક…ખુલ્યા ફરી બજારો….

બજાર, મોલ અને શોપિંગ કોમ્પેલક્ષ સવારે 10થી રાતે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે

કોરોનાનો કેર હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે ,ત્યારે બીજી તરફ લોકોના જીવન પણ થાળે પડે તેવું લાગી રહ્યું છે .આ તરફ દેશની રાજધાની અને હૃદય સમાન શહેર એવું દિલ્હી ફરી એક વખત ધમધમતું થવા જઈ રહ્યું છે .

મળતી માહિતી મુજબ ,રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં કોરોના કેસ ઘટતા ફરી એક વખત અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે..ત્યારે આજથી ફરી એક વખત દિલ્હી શહેર ધમધમતુ થયુ છે. દિલ્હીમાં આજથી મેટ્રો સેવા 50 ટકાના સ્ટાફ સાથે શરૂ થઈ છે. તો બજાર, મોલ અને શોપિંગ કોમ્પેલક્ષ ઓડ ઈવન પદ્ધતિથી સવારે દસથી રાતે આઠ વાગ્યા સુધી ખુલ્યા છે.

આ ઉપરાંત ,સરકારી ઓફિસો પણ આજથી ફરી ધમધમતી શરૂ થશે. જ્યાં ક્લાસ-વન અધિકારી 100 ટકા હાજરી આપશે. જ્યારે બાકીનો સ્ટાફ 50 ટકા કર્મચારી સાથે કામ કરી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે ,હજુ દિલ્હીમાં જીમ, સ્વિમિંગ પુલ સ્પા, સલૂન,વોટરપાર્ક, બાગ બગીચા, એસેમ્બી હોલ, ઓડિટોરિયમ, શૈક્ષણિક સંસ્થા કે કોચિંગ સેન્ટર અને બાર કે રેસ્ટોરન્ટ ખુલ્યા નથી.

રેકોર્ડ અનુસાર ,રવિવારે દિલ્હીમાં 400 થી ઓછા નવા કેસ નોંધાયા હતા, જ્યારે હવે એક્ટિવ કેસની સંખ્યા પણ પાંચ હજારની આસપાસ પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

હાલ તો પરિસ્થિતિને જોતા પ્રતિબંધો ધીમે ધીમે દૂર કરવામાં આવશે. જોકે ,મુખ્યમંત્રીએ તમામ નિયમોનું પાલન કરવાની, માસ્ક પહેરવાની ચેતવણી આપી છે. જો મામલો વધે તો પ્રતિબંધ પણ લગાવી શકાય છે.

મહત્વનું છે કે , આપણે મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરીએ અને સોશ્યલ ડિસ્ટન્સનું યોગ્ય પાલન કરીએ.

 69 ,  2