‘કેપ્ટન કૂલ’ માહીનો આજે જન્મદિવસ…..

ICCની તમામ ત્રણેય ટ્રોફી જીતનારો વિશ્વભરનો એકમાત્ર કપ્તાન

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન એમએસ ધોની આજે પોતાનો 40મો જન્મદિવસની ઉજવશે. 7 જુલાઈ, 1981ના રોજ જન્મેલા ધોનીએ 15 વર્ષની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ધોનીએ ભારતીય ક્રિકેટ ચાહકોની એ તમામ ઇચ્છાઓ પુરી કરી, જેના માટે વર્ષો થી રાહ જોવાઇ રહી હતી. વિરોધી ટીમને કેવી રીતે હરાવી તે તેનાથી ભાગ્યે જ કોઈ જાણે છે. ‘કેપ્ટન કૂલ’ તરીકે જાણીતા ધોનીએ તેની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાને ઘણી યાદગાર પળો આપી છે. તેણે ભારતીય ક્રિકેટમાં એક અલગ ઓળખ બનાવી અને ટીમને એક પરિમાણ સુધી પહોંચાડી.

મહેન્દ્રસિંહ ધોનીને વિશ્વના સફળ કેપ્ટન તરીકે ગણવામાં આવે છે. તે ચાલાક કેપ્ટન તરીકે પણ જાણીતો છે તેમજ ધોનીની વિશ્વમાં સફળ ફિનીશર તરીકે ગણના કરવામાં આવે છે. 16 વર્ષની કરિયરમાં ધોનીએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ધોની હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચુક્યો છે અને હવે તે માત્ર આઇપીએલ ટૂર્નામેન્ટમાં જ હાલ રમતો જોવા મળી રહ્યો છે.

1981ની 7 જૂલાઇએ એમએસ ધોનીનો જન્મ થયો હતો. આ દિવસે ધોનીના એવા કેટલાક રેકોર્ડ પર નજર કરીશુ જે રેકોર્ડને તોડવા મુશ્કેલ છે. 2007માં ધોનીની કેપ્ટનશીપમાં પ્રથમ ટી20 વિશ્વકપ ભારતે જીત્યો હતો. ત્યાર બાદ 2011 માં ધોની કેપ્ટનશીપ દરમ્યાન વિશ્વકપ જીત્યો હતો. 1983 બાદ ભારતે લાંબા અરસા બાદ બીજી વાર વિશ્વવિજેતા બનવાની તક મળી હતી. 2013માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આમ ત્રણેય આઇસીસી ટ્રોફી તેણે જીતી લીધી હતી.

કેપ્ટનશીપ દરમ્યાન પણ ધોની અનેક રેકોર્ડ નોંધાવી ચુક્યો છે. જોકે ધોની ટીમ ઇન્ડીયાના માટે 60 ટેસ્ટ મેચ અને 200 વન ડે મેચમં કેપ્ટનશીપ નિભાવી ચુક્યો છે. આ ઉપરાંત 72 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનની ભૂમિકામાં હતો. આ દરમ્યાન તે ભારત માટે સૌથી વધુ મેચ જીતાડી આપનાર કેપ્ટન તરીકે નોંધાઇ ચુક્યો છે. તેણે 27 ટેસ્ટ મેચ, 110 વન ડે અને 41 ટી20 મેચોમાં ભારતીય ટીમને જીત અપાવી હતી. આમ સફળ કેપ્ટન તરીકે તે ગણવામાં આવે છે.

 60 ,  1