હેલિકોપ્ટર અકસ્માતમા બચેલા એકમાત્ર યોદ્ધા ગ્રૂપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન

બેંગલુરુની હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ

તમિલનાડુના કુન્નુર હેલિકોપ્ટર અકસ્માતમાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન થઈ ગયું છે. તેઓ આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. લાંબી સારવાર બાદ બેંગલુરુની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે અંતિમ શ્વાસ લીધા હતા, ઈન્ડિયન એરફોર્સે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. નોંધનીય છે કે, દેશના પ્રથમ CDS નરલ બિપિન રાવત સહિત 14 લોકો સવાર થયા હતા. આ દરમિયાન નિલગીરીના જંગલોમાં હેલિકૉપ્ટર ક્રેશ થઇ જતા 13 લોકોના મોત થયા હતા.

આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું 8 ડિસેમ્બરના રોજ સવારે 11.48 વાગ્યે હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. બપોરે 12.08 વાગ્યે હેલિકોપ્ટરનો નીલગિરીના પહાડો ઉપર વાયુસેના સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ તે કુન્નુરનાં જંગલોમાં ક્રેશ થઈ ગયું હતું.

વરુણ સિંહનો ગુજરાતના કચ્છ સાથેનો અતૂટ નાતો રહ્યો છે. કુન્નૂરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમ્યાન નિધન થયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે,વરુણ સિંહનો અભ્યાસ કચ્છના ગાંધીધામમાં થયો હતો.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી