કેપ્ટન વિલિયમસન T-20 વર્લ્ડકપ માંથી ‘OUT’!

ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ફટકો

T-20 વર્લ્ડકપની 17 ઓક્ટોબરથી શરૂઆત થઈ ગઈ છે ત્યાં ન્યૂઝીલેન્ડ ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના મુખ્ય કોચ ગૈરી સ્ટડીએ ખુલાસો કર્યો છે કે કોણીની ઇજાના કારણે કેપ્ટન કેન વિલિયમસન ટી20 વિશ્વ કપના શરૂઆતના મેચોમાંથી બહાર રહી શકે છે. ન્યૂઝીલેન્ડને બુધવારે અભ્યાસ મેચમાં ઈંગ્લેન્ડે 13 રને હરાવ્યું. વિલિયમસન મેચમાં ફિલ્ડિંગ કરતા દેખાયો, પરંતુ સાવચેતીના ભાગરૂપે બેટિંગ નથી કરી.

સ્ટડીએ જણાવ્યું કે પહેલા અભ્યાસ મેચ પછી વિલિયમસનની કોણીની ઇજા વધી ગઈ છે. વિલિયમસને આ મેચમાં 30 બોલમાં 37 રન કર્યા હતા, પરંતુ ન્યૂઝીલેન્ડને ત્રણ વિકેટથી મેચ ગુમાવી હતી.

વિલિયનનના શરૂઆતના મેચોમાંથી બહાર રહેવાની સંભાવના અંગે પૂછવા પર સ્ટડીએ જણાવ્યું કે તેની સંભાવના છે. જોકે અમને આશા છે કે આરામ અને સંતુલન મળવા પર તે રમી શકશે.

ન્યૂઝીલેન્ડને મંગળવારે પાકિસ્તાન સામે રમવાનું છે. પરંતુ બાકી ચાર સુપર-12 મેચ સાત દિવસની અંદર રમવાના હશે, જેમા આરામની સંભાવના ઓછી છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી