કૃષિ કાયદા રદ થતા જ મોદીની કપ્તાનીમાં કેપ્ટનની નવી ઈનિંગ

પંજાબમાં BJP સાથે સીટ શેર કરીને ચૂંટણી લડીશ

દેશમાં છેલ્લા એક વર્ષથી ત્રણેય કૃષિ કાયદાઓ પરત લેવા મોદી સરકાર વિરુદ્ધ ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા હતા ત્યારે આજે મોદી સરકારે ત્રણેય નવા કૃષિ કાયદા પાછા ખેંચી લીધા છે. બીજી બાજુ આ અંગે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદરે સિંહે કહ્યું કૃષિ કાયદા પરત ખેંચતા ખુશી વ્યક્ત કરી. સાથેજ તેમણે જાહેર કરી દીધું કે હવે તેઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છે. કેપ્ટનના નિવેદન પણ એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે 2022માં ભાજપ અને કેપ્ટન એક સાથે પંજાબમાં ચૂંટણી લડવાનો નિર્ણય કરતા પંજાબના રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે.

કાયદો હટાવ્યા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘શાનદાર સમાચાર! ગુરુનાનક જયંતીના શુભ અવસર પર, દરેક પંજાબીની માંગણીઓ સ્વીકારવા અને 3 કાળા કાયદાને રદ કરવા બદલ PM નરેન્દ્ર મોદીજીનો આભાર. મને ખાતરી છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે કામ કરતી રહેશે!

PM મોદીએ કહ્યું કે, આગામી સંસદ સત્રમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે એક સમિતિની રચના કરશે. તેમણે કહ્યું કે અમારા પ્રયાસો છતાં અમારી સરકાર ખેડૂતોના વિરોધને સમજી શકી નથી. હું દેશવાસીઓની માફી માંગુ છું કે અમારા પોતાના પ્રયાસોમાં થોડીક ઉણપ રહી હશે. પીએમએ વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યું કે ગુરપુરબના અવસર પર તમે તમારા ઘર અને ખેતરમાં પાછા ફરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેના મહાન અભિયાનમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. તેનો હેતુ એ હતો કે નાના ખેડૂતોને વધુ શક્તિ મળવી જોઈએ અને તેઓને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવા જોઈએ. વર્ષોથી દેશના કૃષિ નિષ્ણાતો, સંગઠનો અને વૈજ્ઞાનિકો આ માંગ કરી રહ્યા હતા. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ મંથન કર્યું હતું. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ. દેશના ખૂણે ખૂણે, વિવિધ ખેડૂત સંગઠનોએ સ્વાગત કર્યું અને ટેકો આપ્યો. આજે તેમના સમર્થન માટે હું તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી