પ્રાંતિજ ટોલ પ્લાઝા પર જાગૃત કાર ચાલકની રજૂઆત, ટેક્સ ઉઘરાવો છો તો રસ્તા તો રીપેર કરો !

ચિલોડા થી શામળાજી સુધી નો નેશનલ હાઇવે આઠ ઉપર મોટામસ ખાડા પડી ગયા છે અને બીજીબાજુ રોડ નું કામ ચાલું હોવાથી ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે તો બીજી બાજુ ચોમાસા ની સીઝન ને લઇને ખાડાઓમાં પાણી ભરાતા પાણી ના કારણે ખાડાની વાહન ચાલકો ને ખબર ના પડતાં વાહનો ને નુકશાન કે પછી અકસ્માત નો ભોગ બને છે.

ખાડા માં અચાનક વાહન પટકાતા કમર હાડકાં ભાગી જાય છે તો વાહન ને પણ નુકસાન થતું હોય છે તો એક જાગરૂક કાર ચાલક દ્વારા પ્રાંતિજ ટોલ નાકા ઉપર રોડ કપલેટ ના હોવાથી ટોલટેક્સ નહી ભરવાનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો સોશિયલ મીડિયા માં આગળ વધ્યો છે તો કાર ચાલક રસ્તો કપલેટ કરો તો ટોલટેક્સ ભરીશ ની જીદ સાથે ટોલ ટેક્સ ઉપર ઉભો થયાનો વિડિયો વાયરલ થતા કયાંક ને કયાંક જાગૃત નાગરિક હોય તેવું હાલ તો સ્પષ્ટ જણાઇ આવે છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર તગડો ટોલટેક્સ લેવામાં આવે છે.

પ્રતિનિધિ : સંજય રાવલ પ્રાંતિજ

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી