હરિયાણામાં ‘લખીમપુર’ જેવી ઘટના..!

બીજેપી સાંસદના કાફલાની ગાડીએ ખેડૂતને ટક્કર મારી

લખીમપુરમાં હિંસાની જ્વાળાઓ હજુ શમી નથી તેવામાં હરિયાણાના નારાયણગઢમાં આવી જ એક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ ખેડૂતે લગાવ્યો છે. અંબાલા નજીક આવેલ નારાયણગઢમાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના સાંસદ નાયબ સૈનીની કારને કેટલાક પ્રદર્શનકારીઓ પર ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નારાયણગઢમાં થયેલા એક કાર્યક્રમમાં સામેલ થવા માટે સાંસદ નાયબ સિંહ સૈની પહોંચ્યા હતા. તેમના આવવાની માહિતી મળ્યા પછી ખેડૂતો વિરોધ કરવા પહોંચી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ પછી સૈની પોતાના કાફલા સાથે નીકળ્યા તો ભવનપ્રીત અચાનક રસ્તા પર આવી ગયા. ત્યારે સાંસદના કાફલાએ તેમને ટક્કર મારી દીધી.

ઘાયલ ખેડૂત ભવનપ્રીતએ કહ્યું કે તે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તે હાથમાં કાળો ઝંડો લઈને રસ્તાના કિનારે ઉભા હતા. આ દરમિયાન સાંસદના કાફલાની ગાડીના ડ્રાઈવરે તેમને જાણી જોઈને ટક્કર મારી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે બીજેપી નેતા યુપી વાળી ઘટનાને હરિયાણામાં પણ રિપિટ કરવા માંગે છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી