રાજકોટમાં કોંગ્રેસ કાર્યકર પર ફાયરિંગ મામલો, તાળા બંધુઓ હજુ પણ પોલીસ પકડથી દૂર

ફાયરિંગના 14 દિવસ બાદ કોંગ્રેસ અગ્રણી અભિષેક તાળા અને તેનો ભાઈ ભાગેડુ જાહેર

રાજકોટમાં પૂર્વ કોંગી કાર્યકર હર્ષિત જાની પર ફાયરિંગ ઘટનામાં કોંગ્રેસ અગ્રેણી અભિષેક તાળા અને તેનો ભાઈ રાજદીપ તાળાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. જ્યોતિનગર ચોકમાં કોંગ્રેસના આગેવાન અને તેના ભાઈએ પૈસાની લેતી દેતી મામલે પૂર્વ કોંગી કાર્યકર પર ફાયરિંગ કર્યું હતું. બનાવના 14 દિવસ બાદ આરોપી તાળા બંધુઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ કાર્યકર હર્ષિત જાની પર ફાયરિંગ કર્યા બાદ તાળા બંધુઓ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ હર્ષિતે રાજકોટના એક ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કરીને સમગ્ર ઘટનાથી વાકેફ કરતા યુનિવર્સિટી પોલીસ મથક અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો જ્યોતિનગર ચોક દોડી ગયો હતો. કોંગ્રેસ નેતા અભિષેક તાળા અને તેના ભાઈ રાજદીપ તાળાની શોધખોળ શરુ કરવામાં હતી. યુનિવર્સીટી પોલીસે બન્ને ભાઈઓને ઝડપી લેવા સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું.

જો કે આ ઘટના 14 દિવસ વિતી ગયા છતાં આરોપીઓ પોલીસ પકડથી દુર છે, જેને લઇ કડક કાર્યવાહી કરતા પોલીસે બંન્ને તાળા બંધુઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી