કમલમમાં AAP-ભાજપ વચ્ચેના ઘર્ષણનો કેસ, કોર્ટે જામીન કર્યા નામંજૂર

મોડી રાતે કોર્ટમાં રજૂ કરાયા બાદ તમામ 28 મહિલાઓને સાબરમતી જેલ મોકલાઈ

કમલમમાં AAP-ભાજપ વચ્ચેના ઘર્ષણનો કેસ મામલે મેટ્રો કોર્ટે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોના જામીન નામંજૂર કર્યા છે. મોડી રાતે કોર્ટમાં રજૂ કરાયા બાદ તમામ 28 મહિલાઓને સાબરમતી જેલ મોકલાઈ છે.

હેડક્લાર્કના પેપરલીક કૌભાંડ મામલે ગાંધીનગરમાં ગઈકાલે આમ આદમી પાર્ટીએ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલને પેપર લીક મામલે આવેદન આપવા પહોચ્યા હતા જ્યાં આપના કાર્યકર્તાઓએ કમલમનો ઘેરાવો કરતા હોબાળો મચ્યો હતો.

વિરોધ કરતા કાર્યકર્તાઓ અને આપના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે કેટલાક નેતા અને કાર્યકરો પર ડંડાવાળી કરી દોડાવ્યા હતા. જેમાં કેટલાક કાર્યકર્તાઓ ઘાયલ પણ થયા હતા. દરમિયાન ઇસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે લાઠીચાર્જ કરતા કેટલાક કાર્યકર્તાઓના માથામાં ઈજા પણ પહોચી હતી. આપના કાર્યકર્તાઓ વિરોધ નોંધવતા પોલીસ સાથે ધર્ષણ થતા ટીંગાટોળી અને ઝપાઝપીના દર્શ્યો સર્જાયા હતા.

તો બીજી તરફ ભાજપની મહિલા કાર્યકરોએ ઇસુદાન પર ગંભીર આરોપ આરોપ લગાવ્યો હતો. ઇસુદાને નશાની હાલતમાં છેડતી કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલ ઇસુદાન,ગોપાલ ઇટાલિયા સેક્ટર 21 પોલીસ કસ્ટડીમાં છે. ઇસુદાનને ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે રિપોર્ટ નોર્મલ આવ્યો હતો.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી