વટવામાં લવજેહાદનો કિસ્સો- યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી

બળાત્કાર બાદ યુવતી ગર્ભવતી પણ બની

શહેરના વટવા વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી પણ બનાવી હતી. મહિલા પાસે પૈસા પડાવી લીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આરોપી ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હોવાથી મહિલાએ યુવક સામે ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વાસણા પોલીસ સ્ટેશનમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.

વટવા વિસ્તારમાં રહેતી મહિલાને વટવા વિસ્તારમાં રહેતા સરફરાઝ ખાન સાથે દોઢ વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી અને બાદમાં તેને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી. સરફરાઝે મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને કેફીપીણું પીવડાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં અવાનવાર ઘરે આવી બળાત્કાર ગુજારતો હતો. જેનાથી મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. મહિલા પાસેથી તેણે 2.70 લાખ રૂપિયા લીધા હતા. જે પરત આપ્યા ન હતા. મહિલા અન્ય જગ્યાએ રહેવા ગઈ ત્યારે પણ આવીને તેની સાથે શારિરીક સંબંધ બાંધતો હતો.

સરફરાઝે મહિલાને લગ્ન કરી લઈશ એમ કહી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી, બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી મહિલાએ પૈસા પરત માગતા તેણે આપ્યા ન હતા. મહિલાને ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હતો. જેથી મહિલાએ આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 34 ,  1