કોડીનારના બોડવા પંચાયતના મહિલા સદસ્યની હત્યાનો મામલો, આરોપી પોલીસ સકંજામાં

મહિલા સભ્યે રાત્રે પુત્રને મેસેજ કર્યો, મને બચાવી લો, સવારે લાશ મળી

ગીર સોમનાથના કોડીનારના બોડવા ગ્રામપંચાયતના મહિલા સદસ્યની હત્યાની ઘટનામાં આરાપીની ધરપકડ થઇ છે. મૃતકે રાત્રે પોતાના મોબાઇલ ફોનમાંથી પત્રને એવો મેસેજ કર્યો હતો કે, મને બચાવ લો. બાદમાં સવારે ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની તપાસ કરતા કોડીનાર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ અને પૈસાની લેતી દેતીથી હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. આ અંગે ગુનો નોંધીને પોલીસ દ્વારા વધારે તપાસ આદરવામાં આવી છે. 

બોડવા ગામના સરપંચના મુજબ ગ્રામપંચાયતમાં સદસ્ય તરીકે ફરજ બજાવતા નંદુબેન ગત સાંજે મજૂરોને ઘરે મજૂરી ચૂકવવા ગયા હતા. પરંતુ રાત સુધી ઘરે ન આવતા શોધખોળ હાથ ધરી હતી. રાત્રે 10 કલાકે ગામના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સાંજે 7 પછી તેમનું લોકેશન મળ્યું નહોતું. આખરે મૃતકના મોબાઈલમાંથી તેમના દીકરાને મેસેજ આવ્યો કે મને બચાવી લ્યો, રાતભર શોધખોળ બાદ ભાળ ન મળી અને આખરે વહેલી સવારે તેમનો મૃતદેહ ગામની નજીક એક ખેતરમાંથી મળી આવ્યો.

બોડવા ગ્રામપંચાયતના સદસ્યની ચપ્પુંના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી છે. પરંતુ નવાઈની વાત એ છે કે, મહિલા સદસ્યને લખતા આવડતું નહોતું. આમ છતાં તેમણે મોત પહેલા ફોનમાંથી ગુજરાતી ટાઈપિંગવાળો મેસેજ 5 લોકોના નામ સાથે બચાવો લખેલો મેસેજ ફોરવર્ડ થયો. તેમજ મૃતકની લાશની આસપાસ લોહી ન જોવા મળ્યું અને તેમના ચપ્પલ 100 મીટર દૂર જોવા મળ્યા હતા

આ મુદ્દાને ધ્યાને લઈ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા બોડવા ગામનો જ એક શખ્સ શંકાના દાયરામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી દિપક પ્રેમજી સોસાએ કેફિયત આપી હતી કે, ‘મૃતક નંદુબેન રાઠોડની સાથે આરોપીને પ્રેમ સંબંધ હતો. નંદુબેન વારંવાર આરોપીને બ્લેકમેઈલ કરતા હોય, રૂપિયાની માંગણી કરતા હોય તેનાથી ત્રાસી જઈને તેની હત્યા કરી નાખી હતી.’

હાલ આ મામલે પોલીસે આરોપીની રીમાંડ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 69 ,  1