પાકિસ્તાનની જીત બાદ રાષ્ટ્ર વિરોધી નારા લગાવનાર સામે દેશદ્રોહનો કેસ

યોગી સરકાર આકરા પગલાં લેશે..

ભારત પાકિસ્તાનની ટી20 મેચમાં ભારતનો પરાજય થયા બાદ જે લોકો તેની ઉજવણી કરતાં હતા તેમની સામે યોગી સરકાર આકરા પગલાં લેશે. T20 વર્લ્ડ કપની મેચ દરમિયાન 24 ઓક્ટોબરે UP પોલીસે પાકિસ્તાનની જીત અને મેચમાં ભારતની હારની ઉજવણી કરવા અને પાકિસ્તાન તરફી નારા લગાવવા માટે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પાંચ જિલ્લામાંથી સાત લોકોની ધરપકડ કરી છે અને ચારની અટકાયત કરી છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે આ મેચમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારાઓ સામે દેશદ્રોહનો કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.

24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 મેચ રમાઈ હતી, જેમાં ભારતને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, યુપી સહિત દેશના ઘણા ભાગોમાં, કેટલાક લોકોએ ફટાકડા ફોડીને અને નારા લગાવીને પાકિસ્તાનની જીતની ઉજવણી કરી.

બરેલી, બદાઉન, સીતાપુર અને આગ્રામાં કેસ નોંધાયા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક બદાઉનનો રહેવાસી છે. 24 ઓક્ટોબરે તેણે ફેસબુક પર પાકિસ્તાનના સમર્થનમાં પોસ્ટ કરીને અને પાકિસ્તાનના ધ્વજનો ફોટો મૂકીને ઉજવણી કરી હતી.

બરેલીના બે લોકો પર પાકિસ્તાનના સમર્થનમાં તેમના વોટ્સએપ પર સ્ટેટસ મુકવાનો અને ફરિયાદી સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. સીતાપુરમાં પણ પાકિસ્તાનના સમર્થનમાં વોટ્સએપ પર સ્ટેટસ પોસ્ટ કરવા બદલ તેની સામે એફઆઈઆર નોંધીને એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશ પોલીસે પાંચ જિલ્લામાંથી પાંચ લોકોની ધરપકડ કરી હતી ચારને કસ્ટડીમાં લીધા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે પાકિસ્તાનની જીતની ઉજવણી કરનાર તમામ લોકો સામે દેશદ્રોહી ઠેરવવામાં આવશે. અને આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે રવિવારે ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ હતી આ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. અને પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા માટે આપી હતી. મેચમાં ભારતનો 10 વિકેટે શરમજનક પરાજય થયો હતો. 

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી