સાચવજો..! રાજ્યમાં નવા 61 કોરોનાના કેસ નોંધાયા

અમદાવાદમાં 25 સંક્રમિતો નોંધાતા શહેરીજનો ચેતી જજો!

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે ફરી ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 61 કેસો નોંધાતા ફફડાટ મચ્યો છે તો બીજીતરફ અમદાવાદ શહેરમાં 25 કેસ આવતા ચેતવણીસમાન છે. અમદાવાદીઓએ હવે સાવધાન રહેવાની જરૂર છે. ગુજરાતમાં કોરોનાના ઘાતક ઓમિક્રોન વેરીએન્ટના પગપેસારા થયા બાદ હવે સાવધાન રહેવાની અને સતર્ક રહેવાની ખાસ જરૂર છે.

અત્યાર સુધીમાં કુલ 8,17,339 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી આગળ વધી રહી છે. આજે કુલ રસીના 3,82,740 ડોઝ આપવામાં આવ્યા હતા. 

હાલ રાજ્યમાં કુલ 372 એક્ટિવ કેસ છે. જે પૈકી 09 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 363 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 8,17,339 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10095 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 6, વડોદરા કોર્પોરેશન 5, વલસાડ 4, જામનગર કોર્પોરેશન 3, ખેડા-નવસારીમાં 2-2 કેસ નોંધાયા, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 61 કેસ નોંધાયા છે.

ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો

 • એક દિવસમાં કોરોનાના નવા કેસ 8 હજાર 306
 • ભારતમાં એક દિવસમાં 8 હજાર 834 દર્દી કોરોનાથી સ્વસ્થ
 • એક દિવસમાં દેશમાં કોરોનાથી 211ના મૃત્યુ
 • ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 98 હજાર 416
 • ભારતમાં કોરોનાના કુલ કેસ 3 કરોડ 46 લાક 41 હજાર 561
 • દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 3 કરોડ 40 લાખ 69 હજાર 608
 • દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 લાખ 73 હજાર 537

વિશ્વમાં કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો

 • એક દિવસમાં વિશ્વમાં કોરોનાના નવા કેસ 4 લાખ 37 હજાર 670
 • એક દિવસમાં વિશ્વમાં કોરોનાથી 4 લાખ 61 હજાર 392 દર્દી સ્વસ્થ
 • વિશ્વમાં એક દિવસમાં કોરોનાથી 5 હજાર 213ના મૃત્યુ
 • વૈશ્વિક સ્તરે કોરોનાના એક્ટીવ કેસ 2 કરોડ 11 લાખ 99 હજાર 200
 • વૈશ્વિક સ્તરે કોરોનાના કુલ કેસ 26 કરોડ 66 લાખ 52 હજાર 816
 • વિશ્વમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 24 કરોડ 17 લાખ 65 હજાર 93
 • વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 52 લાખ 77 હજાર 23

 132 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી