બ્રાઝિલમાં કોરોનાના ‘ડબલ ઈન્ફેક્શન’ના કેસ, વધી રહ્યો છે મૃત્યુદર

બ્રાઝિલમાં કોરોના બન્યો ઘાતક, ઝડપભેર ફેલાઈ રહ્યા છે એકથી વધુ કોરોના વેરિઅન્ટ

દુનિયામાં પ્રથમવાર કોરોનાના ‘ડબલ ઈન્ફેક્શન’ના કેસ જોવા મળ્યા છે. બ્રાઝિલના દર્દીઓની તપાસમાં જોવા મળ્યું કે બે કોરોના દર્દી એકસાથે બે કોરોના વેરિઅન્ટથી સંક્રમિત હતા. બ્રાઝિલની ફિવેલ યુનિવર્સિટીના સંશોધકોએ કોરોનાથી સંક્રમિત 90 દર્દીનાં સેમ્પલનો અભ્યાસ કર્યો હતો, જે દરમિયાન આ રિઝલ્ટ મળ્યું.

અહેવાલો અનુસાર, જે બે લોકોમાં ડબલ ઈન્ફેક્શનની જાણકારી મળી તેમનાં સેમ્પલ ઉત્તરીય બ્રાઝિલના રિયો ગ્રાન્ડે ડો સુલથી લેવામાં આવ્યા હતા. પ્રથમ દર્દી, બે બ્રાઝિલિયન કોરોના વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા. આ વેરિઅન્ટને P.1 અને P.2 નામ આપવામાં આવ્યાં છે

કોરોના વાઇરસના P.1 અને P.2 વેરિઅન્ટ બ્રાઝિલના જ અલગ-અલગ રાજ્યોમાં પ્રથમવાર જોવા મળ્યા હતા. P.1 વેરિઅન્ટને લઈને વધુ ચિંતા દર્શાવાઈ રહી છે, કેમ કે એવું સમજવામાં આવે છે કે વેક્સિનની અસર આ વેરિઅન્ટ પર ઓછી થઈ શકે છે.

એકસાથે બે કોરોના વેરિઅન્ટથી સંક્રમણ થવું શક્યઃ નિષ્ણાતો

ડબલ ઈન્ફેક્શનનો શિકાર બનેલા બીજા દર્દીમાં P.2 અને B.1.91 વેરિઅન્ટ એકસાથે જોવા મળ્યા. B.1.91 વેરિઅન્ટ પ્રથમવાર સ્વીડનમાં મળી આવ્યો હતો. બ્રાઝિલના વિજ્ઞાનીઓની આ શોધને સ્વતંત્ર રીતે સમર્થન હજુ મળ્યું નથી, પરંતુ દુનિયાના અનેક નિષ્ણાતોએ કહ્યું છે કે એકસાથે બે વેરિઅન્ટથી દર્દી સંક્રમિત થાય એ શક્ય છે.

 19 ,  1