સાયબર ક્રાઈમઃ આર્મી જવાનના નામે ઓલનાઈન છેતરપિંડીના વધ્યા કિસ્સા..

લોભામણી જાહેરાતોથી રહો સાવધ…!

આર્મી જવાનોને નામે છેતરપિંડીના કિસ્સાઓ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. OLX કે ફેસબુક માર્કેટ પ્લેસ પર આર્મી જવાનના સામાન વેચવાનો છે તેવી જાહેરાત આપી લોકોને છેતરપિંડીનો ભોગ બનાવવામાં આવી રહ્યાં છે.

આર્મી જવાન છું મારી બદલી દૂરના સ્થળે થઇ હોવાથી સમગ્ર સામાન અથવા કોઇ મોંઘી ચીજ વસ્તુ સસ્તામાં વેચવાની છે તેવી જાહેરાત આપવામાં આવે છે. જાહેરાતમાં મોબાઇલ નંબર પણ શેર કરવામાં આવે છે. મોબાઇલ નંબર પર જ્યારે લોકો સંપર્ક કરવામાં આવે ત્યારે તેઓ કોઇ એરપોર્ટ પર બંદોબસ્તમાં છે તેવું જણાવવામાં આવે છે.

ત્યારબાદ તેમના આધાર કાર્ડ અને જે ચીજવસ્તુઓ વેચવાની છે તેની માહિતી અને ફોટો મોકલીને લોકોને વિશ્વાસ અપાવતા હોય છે. જો સામે વાળી વ્યક્તિને વિશ્વાસ આવી ગયો હોય તેમ લાગે ત્યારે તેઓ વસ્તુ ટ્રાન્ફર એટલે કે તમારે ત્યાં મોકલવા માટે ભાડા પેટે અને વસ્તુના ભાવના કેટલાક નાણાં એડવાન્સ પેટે માગતા હોય છે અને લોકો સસ્તી વસ્તુ ખરીદવાની લાલચમાં આવી નાણાં ટ્રાન્સફર કરી દેતા હોય છે. પછી ના તો એ વસ્તુ આવે છે કે, ના તો એ સામેવાળી વ્યક્તિનો કોઈ સંપર્ક થાય છે.

ગુજરાત પોલીસ દ્વારા લોકોને સાયબર ક્રાઈમથી બચાવવા માટે સખત કામગીરી કરવામાં આવી રહી છે. આવી લોભામણી જાહેરાતો આપતા લોકોનો સંપર્ક કરી તેમને ઝડપી પાડવામાં આવે છે. લોકોને પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, OLX અને ફેસબુક માર્કેટ પ્લેસ પર પર આવતી આવી જાહેરાતોથી સાવધાન રહેવું જોઈએ. આવી ઓનલાઈન ખરીદીમાં તમારી પાસે વસ્તુ આવ્યા બાદ જ તેનો નાણાંકીય વ્યવહાર કરવો જોઇએ.

આ ઉપરાંત જે લોકો આવી છેતરપિંડીનો ભોગ બને છે તેમના માટે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તેનો સંપર્ક કરવા માટે અપીલ કરાઇ છે. લોકો સાયબર ક્રાઇમનો હેલ્પલાઇન નં- 1800-5999-001 અથવા 155260 પર સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી શકે છે. ઓનલાઇન ફ્રોડ અંગે માહિતી પણ મેળવી શકે છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી