2022થી ATMમાંથી કેશ ઉપાડવું થશે મોંઘુ…

નાણાકીય અને બિન-નાણાકીય બંને વ્યવહારો માટે લાગુ પડશે નવો ચાર્જ

2022ની નવા વર્ષની શરૂઆતથી ATMનો ઉપયોગ કરવો મોંઘો થઈ જશે. ભારતીય રિઝર્વ બેન્કે(RBI) દેશની તમામ બેન્કોને 1 જાન્યુઆરી 2022થી ATM ટ્રાન્ઝેક્શનના ચાર્જીસ વધારવાની મંજૂરી આપી દીધી છે જેને પગલે હવે એટીએમમાંથી તમારા પૈસા ઉપાડવા મોંઘા થશે. નોંધનીય છે કે, એટીએમથી નક્કી લિમિટથી વધુ પૈસા ઉપાડ્યા પછી બેન્ક ચાર્જેસ વધુ લાગી શકે છે.

RBIએ દિશાનિર્દેશ અનુસાર એક્સિસ બેન્ક અન્ય બેંકોના એટીએમમાં ફ્રીથી વધુ ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન કરવા પર 21 રૂપિયા અને GST આપવું પડશે. આ સંશોધિત દર 1 જાન્યુઆરી 2022થી પ્રભાવિત થશે.

રિઝર્વ બેંકના નોટિફિકેશન મુજબ ફ્રી ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદા બાદ હવે બેંક ગ્રાહકોએ વધુ પૈસા ચૂકવવા પડશે. હાલમાં, દરેક ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયાના દરે ચાર્જ કરવામાં આવે છે. 1 જાન્યુઆરી, 2022થી, તે પ્રતિ ટ્રાન્ઝેક્શન વધીને 21 રૂપિયા થશે. આ નાણાકીય અને બિન-નાણાકીય બંને વ્યવહારો માટે લાગુ પડશે.

રિઝર્વ બેંકે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે જો કોઈ કર (લાગુ કર) લાગુ થશે તો તે આ ચાર્જથી અલગ રહેશે. એટલે કે અત્યાર સુધી 20 રૂપિયાના ચાર્જ ઉપરાંત ટેક્સ વસૂલવામાં આવતો હતો. હવે 21 રૂપિયાનો ચાર્જ અને લાગુ ટેક્સ વસૂલવામાં આવશે. આવતા મહિનાથી, જો ગ્રાહકો ફ્રી ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદાને ઓળંગે તો 20 રૂપિયાને બદલે 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે. આરબીઆઈએ કહ્યું હતું કે વધારે ઇન્ટરચેન્જ ચાર્જ અને સામાન્ય ખર્ચમાં વધારાને કારણે તેણે ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારીને 21 રૂપિયા કરવાની મંજૂરી આપી છે.

ગ્રાહકો દર મહિને તેમની પોતાની બેંકના એટીએમમાંથી 5 ફ્રી વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો) કરી શકશે. તેઓ મેટ્રો શહેરોમાં અન્ય બેંકના એટીએમમાંથી ત્રણ અને નોન-મેટ્રો કેન્દ્રોમાં પાંચ મફત વ્યવહારો પણ કરી શકશે. આ સિવાય આરબીઆઈએ બેંકોને તમામ કેન્દ્રોમાં નાણાકીય વ્યવહારો માટે રૂ. 15 થી રૂ. 17 પ્રતિ ટ્રાન્ઝેક્શન અને બિન-નાણાકીય વ્યવહારો માટે રૂ. 5 થી વધારીને રૂ. 6 કરવાની મંજૂરી આપી છે.

ગ્રાહકો તેમની પોતાની બેંક એટીએમમાંથી દર મહિને પાંચ મફત વ્યવહારો (નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો સહિત) માટે પાત્ર બનેલા રહેશે. તેઓ મેટ્રો શહેરોમાં અન્ય બેંકના એટીએમમાંથી ત્રણ અને નોન-મેટ્રો કેન્દ્રો પર પાંચ મફત વ્યવહારો પણ કરી શકશે.

નોંધનીય છે કે બિન-નાણાકીય વ્યવહારો પણ બેંક ગ્રાહકોને આપવામાં આવેલી મફત મર્યાદામાં ગણવામાં આવે છે. એટલે કે, જો તમે ATMમાંથી બેલેન્સ ચેક કરો છો અથવા મિની સ્ટેટમેન્ટ જુઓ છો, તો ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પણ ઓછી હશે. એટીએમમાં ​​જઈને કાર્ડનો પિન બદલવો એ પણ ટ્રાન્ઝેક્શન ગણાય છે. જો કે, કેટલીક બેંકો તેમના ગ્રાહકોને બિન-નાણાકીય વ્યવહારો પરના શુલ્કમાંથી મુક્તિ આપે છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી