અમદાવાદમાં છેલ્લાં પાંચ દિવસમાં આટલા પીધેલા ડ્રાઈવ કરતા ઝડપાયા…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસો માટે મેગા ડ્રાઇવ

નવુ વર્ષ આવે એટલે પાર્ટીનો માહોલ. નવા વર્ષે દારૂબંધીવાળા ગુજરાતમાં પણ લોકો દારૂની પાર્ટી કરે છે. રાતભર જાગીને દારૂ ઢીંચે છે. આવામાં અમદાવાદમાં મોટી સંખ્યામાં પિધેલાઓ પકડાયા છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સહિત ટ્રાફિક વધતા અકસ્માત અને અન્ય ગુનાખોરીનું પ્રમાણ વધી જાય છે. આ સ્થિતિમાં અમદાવાદ પોલીસ સતર્ક બની છે. નવા વર્ષની ઉજવણીમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા માટે અમદાવાદ શહેર પોલીસે મેગા ડ્રાઇવ શરૂ કરી છે.

અમદાવાદ શહેર પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસો માટે મેગા ડ્રાઇવ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં આ ડ્રાઇવના કારણે છેલ્લા 5 દિવસમાં 351 કેસો નોંધાયા છે. અમદાવાદ પોલીસે આ ડ્રાઇવ દરમિયાન રેકોર્ડ બ્રેક દંડ પણ વસૂલ્યો છે. નોધનિય છે કે, અમદાવાદમાં આ આ ડ્રાઇવ 25 જાન્યુઆરીએ શરૂ થઇ હતી અને જે 1 જાન્યુઆરી સુધી ચાલશે. આ  ડ્રાઇવ દરમયાન સૌથી વધુ ડ્રિન્ક અને ડ્રાઇવ કેસ નોંઘાયા છે. પાંચ દિવસમાં 69 ડ્રિન્ક અને ડ્રાઇવ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ લોકો ડ્રિન્ક કરીને ડ્રાઇવ કરતા હોવાથી અકસ્માતની ઘટનામાં પણ ધરખમ વધારો થયો છે. આ દૂષણને ડામવા માટે પોલીસ સતર્ક બની છે અને વર્ષના અંતે ડ્રાઇવ શરૂ કરી છે.આ ડ્રાઇવમાં 5 દિવસમાં સૌથી વધુ ડિન્ક ડ્રાઇવના 69 કેસ નોંધાયા છે. ટ્રાફિક પોલીસ અને ઝોન પોલીસે 62 કેસ કર્યાં છે. પાંચ દિવસમાં ડ્રિન્ક અને ડ્રાઇવના  531 કેસ નોંધાયા છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી