September 20, 2021
September 20, 2021

વડોદરા : GSTના અધિકારી સાથે પત્નીને કઢંગી હાલતમાં પકડી, જાણો પછી શુ થયું…!

 પતિએ સવાલ કરતા અધિકારીએ લાફો ઝિંકી દીધો

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પત્નીના બેડરૂમમાંથી GSTનો અધિકારી કઢંગી હાલતમાં મળી આવતા હોબાળો મચી ગયો હતો. પતિએ GST અધિકારીને આ અંગે પૂછપરછ કરતા પતિને લાફો મારી દીધો હતો અને કહ્યું હતું કે, તારી પત્ની સાથે મારા આડા સંબંધ છે. તારાથી જે થાય તે કરી લે અને જો અમારી બંને વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશું. આ અંગે પતિએ પોલીસ ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે.

મૂળ હરિયાણાના રહેવાસી અને હાલમાં વડોદરા ખાતે રહેતા રાકેશભાઈ (નામ બદલ્યુ છે) જીએસટી ભવનમાં જીએસટી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2018 દરમિયાન તેમને સહકર્મી અને જીએસટી ઇન્સ્પેક્ટર અંજલી (નામ બદલ્યું છે) સાથે પ્રેમ થતાં સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યાં હતા. જોકે, લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે કોઈના કોઈ કારણસર ઝઘડો થતો હતો. જેના કારણે પતિ પત્ની બંને અલગ રહેવા લાગ્યા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ હરિયાણાના અને વડોદરા ખાતે રહેતા પ્રકાશભાઈ(નામ બદલ્યું છે) જીએસટી ઇન્સ્પેક્ટર છે. બે વર્ષ પહેલા તેમને સહકર્મી એવી યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. આથી બંનેએ લગ્ન કરી લીધા હતા. જોકે, બંને વચ્ચે તકરાર થતાં અલગ રહેતા હતા. પત્ની તાંદલજા વિસ્તારમાં રહેતી હતી. અલગ રહેતી પત્નીના ઘરે યુવકોની અવર-જવર રહેતી હોવાથી પતિએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પત્નીએ તેને ખોટા કેસમાં ફસાવી દેવીની ધમકી આપી હતી 

દરમિયાન તેના ઘરે પહોંચેલા પતિએ પત્નીના ઘરનો દરવાજો ખટખટાવતા પત્નીએ દરવાજો ખોલ્યો હતો. આ સમયે પત્નીના બેડરૂમમાં જીએસટી ઉચ્ચ અધિકારી કઢંગી હાલતમાં સૂતેલા મળી આવ્યા હતા. જેને આ અંગે પૂછપરછ કરતાં મામલો બીચક્યો હતો. તેમજ તેમણે પતિને તેના સાહેબ હોવાનું કહીને લાફા માર્યા હતા. એટલું જ નહીં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની પતિએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

 49 ,  1