સાવધાન.. હવે આતંકનો નવો અડ્ડો બની રહ્યો છે આફ્રિકા…!

આફ્રિકામાં આઈએસઆઈએસ, બોકો હરામ અને અલ-કાયદા સક્રિય..

આફ્રિકામાંથી ફ્રાન્સની સેનાએ પાછી ફરવાની હોવાની જાહેરાત બાદ ગુપ્તચર એજન્સીઓએ આતંકવાદને લઈને ગંભીર ચેતવણી આપી છે. ઘણા દેશો સાથે સંબંધ રાખતી આ એજન્સીઓએ પોત-પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, પશ્ચિમ આફ્રિકામાં આઈએસઆઈએસ, બોકો હરામ અને અલ-કાયદા જેવા આતંકવાદી જૂથો ફરીથી ઘાતક હુમલા કરવા શક્તિશાળી બની શકે છે. કેટલાક દિવસો પહેલા જ ફ્રાન્સે જાહેરાત કરી હતી કે, તે માલીમાં તૈનાત તેના હજારો સૈનિકોને પાછા બોલાવવા જઈ રહ્યું છે. હાલમના દિવસોમાં આઈએસઆઈએસ અને બોકો હરામે નાગરિકો પર હુમલા વધારી દીધા છે.

એમ જણાવાઈ રહ્યું છે કે, બોકો હરામ પોતાના ચીફ અબુબકર શેકાઉની હત્યા પછી તેના સ્થાને બીજા કોઈને બેસાડવાની તૈયારી કરી રહ્યું છે. શેકાઉને પશ્ચિમ આફ્રિકામાં સક્રિય આઈએસઆઈએસના ઈસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ (આઈએસડબલ્યુએપી)ના આતંકવાદીઓએ મારી નાખ્યો હતો. ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે, હાલમાં સમગ્ર આફ્રિકામાં આઈએસઆઈએસ સૌથી મજબૂત આતંકવાદી સંગઠન છે. એક ગુપ્તચર અધિકારીએ જણાવ્યું કે, આઈએસઆઈએસ આવનારા દિવસોમાં બોકો હરામના બધા ગ્રાઉન્ડ નેટવર્કનો ખાતમો બોલાવી દેશે.

બોકો હરામની ચીફ રહેલો અબુબકર શેકાઉએ પહેલા આઈએસઆઈએસ પ્રત્યે નિષ્ઠાનું એલાન કર્યું હતું. જોકે, સ્થાનિક આઈએસઆઈએસને જણાયું કે, તેના કાર્યોએ નાઈઝેરિયાની વસ્તીમાં ઘણા લોકોને અલગ કરી દીધા હતા. તે પછી તેમને મારવાની યોજના પર કામ શરૂ થયું. બોકો હરામના આ ચીફ પર 70 લાખ ડોલરનું ઈનામ જાહેર કરાયું હતું. અબુબકર શેકાઉ બાળકોને માનવ બોંબ બનાવી હુમલા કરતો હતો. તેણે જ 2014માં નાઈઝેરિયાની લગભગ 300 વિદ્યાર્થિનીઓનું અપહરણ કર્યું હતું.

ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે, શેકાઉને મારીને આઈએસઆઈએસએ મોરિટાનિયા, બુર્કિના ફાસો, માલી, નાઈઝર અને ચાડ સહિત ઘણા દેશોમાં અલગ-અલગ આતકંવાદી સંગઠનોને પોતાનામાં ભેળી લીધા છે. હવે આ આતંકવાદી સંગઠન એક સાથે મળીને આઈએસઆઈએસ માટે કામ કરી રહ્યા છે.

 65 ,  1