નર્મદા કાંઠાના ગામોને કરાયા સાવધાન…

નર્મદા ડેમમાંથી હેઠવાસમાં પાણી છોડાતા ડભોઇ કરજણ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના 24 ગામોને સાવધાન કરાયા છે.મધ્ય રાત્રીના 1 વાગે સરદાર સરોવર બંધમાંથી હેઠવાસમાં નદીમાં પાણી છોડવામાં આવતા તેના અનુસંધાને જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા જિલ્લાના ડભોઇ,કરજણ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના કુલ 24 ગામોને સાવધન રહેવા અને તકેદારી રાખવાની સૂચના આપી છે.

આ તમામ ગામોના તલાટી કમ મંત્રીઓને ગ્રામજનોને સાવધન કરવા જણાવાયું છે.લોકોને ખાસ કરીને નર્મદા નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાંદોદ,કરનાલી અને નંદેરીયા(3),કરજણ તાલુકાના પુરા,આલમપુરા,લીલાઈપુરા,નાની કોરલ,મોટી કોરલ,જુના સાયર,સાગડોલ, ઓઝ,સોમજ,દેલવાડા અને અર્જનપુરા(11),અને શિનોર તાલુકાના અંબાલી,બરકાલ,દિવેર,માલસર,દરિયાપુરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા,શિનોર,માંડવા અને સુરા શામળ(10) આમ,3 તાલુકાના 24 ગામો નર્મદા કાંઠે આવેલા છે એ તમામને સાવધન કરવામાં આવ્યા છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી