સાવધાન – દેશમાં ઓમિક્રોનના કેસ 100ને પાર

કેન્દ્રની ચેતવણી : ડેલ્ટાને પણ પાછળ છોડી શકે છે ઓમિક્રોન

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને ભારત સહિત વિશ્વભરમાં ફફડાટ ફેલાવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં 101 કેસ નોંધાઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે ભારતમાં અત્યારે તુલનાત્મક રીતે સ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ આપણે વિશ્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંતર્ક રહેવુ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં વેક્સિનેશનની ઝડપ મામલે ભારત પ્રથમ ક્રમાંકે છે. ભારતમાં 87.6 ટકા લોકોએ કોરોના વેક્સિનના ઓછામાં ઓછા ડોઝ લગાવ્યાં છે. અમેરિકાની સરખામણીએ લગભગ ત્રણ ગણી વેક્સિન ભારતમાં લગાવી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, અત્યારે દેશમાં ઓમિક્રોનના 101 કેસ છે. 11 રાજ્યોમાં આ કેસ છે.

ઓમિક્રોનના આંકડામાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંક્રમિત લોકો છે જ્યાં અત્યાર સુધીમાં 32 કેસ મળી આવ્યા છે જ્યારે બીજા નંબરે દિલ્હીમાં હવે 22 લોકો કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોનાનું આ નવું વેરિઅન્ટ આગામી દિવસોમાં ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લઈ શકે છે. તે જ સમયે, સારવારની પદ્ધતિ WHOની પેટર્ન પર રહેશે.

વિશ્વના દેશોએ કોરોનાના નવા પ્રકારને ઘાતક માનવા લાગ્યા છે. જેમાં ખાસ કરીને બ્રિટન અને અમેરિકામાં લોકો ઓમિક્રોનના નામથી ડરવા લાગ્યા છે. કારણ કે ઓમિક્રોને યુકેમાં રેકોર્ડ તોડ્યો છે. અમેરિકામાં પણ સ્થિતિ સતત બગડી રહી છે. અહીં કેસ ઝડપથી બમણા થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, જો બ્રિટન અને અમેરિકા જેવા દેશો ચેપથી ડરતા હોય, તો ભારતના લોકોએ ખૂબ કાળજી લેવાની જરૂર છે.

બ્રિટનમાં પણ ઓમિક્રોનનું મહાલહેર આવી છે. ગુરુવારે અહીં 883746 દર્દીઓ મળતાં ખળભળાટ મચી ગયો છે. આ આંકડો બુધવારે મળેલા સંક્રમિતો કરતા 10 હજાર વધુ છે. મતલબ કે બુધવારે બ્રિટનમાં લગભગ 78 હજાર કેસ જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં યુકેમાં લગભગ 68 હજાર કેસ નોંધાયા હતા. ત્યાં ઓમિક્રોનના કેસ 12 હજારની નજીક પહોંચી ગયા છે.

મહારાષ્ટ્ર – 32
દિલ્હી – 22
રાજસ્થાન -17
કર્ણાટક – 8
તેલંગાણા – 8
ગુજરાત – 5
કેરળ – 5
આંધ્રપ્રદેશ -1
ચંદીગઢ -1
તામિલનાડુ -1
પશ્ચિમ બંગાળ -1

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી