સાવધાન! નવા વર્ષની ઉજવણી મામલે રાજ્યોને તાકીદ – કડક પગલા ભરો

દિલ્હીમાં રાત્રિ કર્ફયુ, મુંબઇમાં રાતના 11 વાગે બંધ

31 ડિસે.ના રોજ નવા વર્ષના આગમન પહેલાની ઉજવણીમાં કોરોનાના નિયમોનું સખ્તાઇથી પાલન કરવા કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને પત્ર લખીને તાકીદ કરી છે કે નવા વર્ષના ઇવેન્ટ સુપર સ્પ્રેડર ના બની જાય. અમદાવાદમાં રાત્રે 9 વાગ્યાથી કર્ફયુનો કડક અમલ તો મુંબઇમાં પણ 11 વાગ્યા પછી જે કોઇ બહાર રસ્તા પર દેખાય તેમને પકડીને પૂરી દેવાના કડક આદેશો બહાર પડ્યા છે.

દેશની રાજધાની દિલ્હીમાં રાત્રિ કર્ફયુ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં 144ની લમ લાગૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં સામાન્ય રીતે સીજી રોડ પર નવા વર્ષની ઉજવણી માટે લોકો મોટી યંખ્યામાં એકત્ર થતાં હોય છે. આ વખતે કરોનાને કારણે સીજી રોડકે અન્યત્ર ક્યાં પણ 4 કરતાં વધારે એકત્ર થવા પર પ્રતિબંધ મૂકાયો છે. દારૂડિયાઓને પકડવા માટે સીવીલમાં આલ્કોહોલ ટેસ્ટીંગ, કોરોના ટેસ્ટીંગ થશે.

મુંબઇમાં નાઇટ કલબોને રાતના 11 વાગ્યા બાદ બંધ કરવા તાકીદ કરાઇ છે. પોલીસે થર્ટી ફર્સ્ટ-સેફટી ફર્સ્ટનું સૂત્ર જાહેર કર્યું છે. ગોવામાં નવા વર્ષની ઉજવણીમાં કોરોના ગાઇડલાઇન્સના નિયમોનું પાલન નહીં થતપું હોવાનું બહાર આવ્યું છે. એકંદરે નવા વર્ષની ઉજવણી સુરક્ષા સાથે કરવાની એડવાઝરી કેન્દ્ર સરકારે બહાર પાડી છે.

 45 ,  1