કેન્દ્રિય એજન્સી CBI એ લાંચ કેસમાં પોતાના જ ડીએસપી સહિત ત્રણને દબોચ્યા

એક બેન્ક કૌભાંડ કેસમાં 55 લાખ રુપિયાની લાંચ લેવાના આરોપ

એક બેન્ક કૌભાંડ કેસમાં 55 લાખ રુપિયાની લાંચ લેવાના આરોપમાં કેન્દ્રિય એજન્સી CBIએ પોતાના જ એક DSP, એક ઇન્સ્પેક્ટર અને એક વકીલની ધરપકડ કરી હતી. કેન્દ્રિય એજન્સીએ આ કેસમાં પોતાના જ ચાર અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યા હતા. આ માટે સીબીઆઇએ ડીએસપીના સહારનપુર અને રુડકીના ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા જ્યાં એક કેસમાં આરોપી વ્યક્તિને રાહત અપાવવા માટે 55 લાખ રુપિયાની લાંચ લેવામાં આવી રહી હતી.

સીબીઆઇએ ગત અઠવાડિયે ગાજિયાબાગમાં સીબીઆઇ એકેડમીમાં તૈનાત અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી તેમના ઠેકાણાંઓ પર રેડ પાડી હતી. તેમની પર આરોપ હતો કે વર્ષ 2018માં ત્રણ ખાનગી કંપનીઓએ બેન્કો સાથે ખોટા દસ્તાવેજો પર લોન લઇ મોટા કૌભાંડ આચર્યા હતા.

આ કેસમાં લાંચ લેતા આરોપીઓ કેસ સાથે સંકળાયેલી મહત્વની ઇન્ફોર્મેશન કંપનીઓને આપી રહ્યા હતા જેથી કેસ નબળો પડે. ઇન્ફોર્મેશન આપવા બદલ સીબીઆઇ ડીએસપી અને ઇન્સ્પેક્ટર સહિત અન્ય એક વ્યક્તિએ 55 લાખ રુપિયાની લાંચ લીધી હતી.

 40 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર