રણજીત હત્યાકાંડ મામલો, CBI કોર્ટનો મોટો ચૂકાદો

19 વર્ષ જૂના કેસમાં રામ રહીમ સહિત 5 આરોપી ગુનેગાર ઠર્યા

બે સાધવી સાથે બળાત્કાર અને એક પત્રકારની હત્યા મામલે હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહિમને મોટો ફટકો પડ્યો છે. રણજીત સિંહ હત્યાકાંડ મામલે સીબીઆઈની વિશેષ કોર્ટે રામ રહિમ સહિત પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ તમામ આરોપીઓને 12 ઓક્ટોબરના રોજ સજા સંભળાવશે. 

રણજીત સિંહ હત્યાકાંડમાં મુખ્ય આરોપી ડેરામુખી ગુરમીત રામ રહિમ અને કૃષ્ણ કુમાર શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સીબીઆઈની વિશેષ કોર્ટમાં હાજર રહ્યા. આરોપી અવતાર, જસવીર  અને સબદિલ પ્રત્યક્ષ રીતે કોર્ટમાં હાજર થયા હતા. 

2002માં થઈ હતી રણજીત સિંહની હત્યા

ડેરા સચ્ચા સૌદાના મેનેજમેન્ટ સમિતિના સભ્ય રહી ચૂકેલા કુરુક્ષેત્રના રણજીત સિંહની હત્યા 10 જુલાઈ 2002ના રોજ થઈ હતી. ડેરા મેનેજમેન્ટને શક હતો કે રણજીત સિંહે સાધ્વી શારીરિક શોષણની ગુમનામ ચિઠ્ઠી પોતાની બહેન પાસે જ લખાવી હતી. રણજીત સિંહના પિતા પોલીસ તપાસથી અસંતુષ્ટ હતા અને તેમણે જાન્યુઆરી 2003માં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઈ તપાસની માગણી કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ આ મામલે તપાસ કરતા આરોપીઓ પર કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2007માં આરોપી પર ચાર્જ ફ્રેમ થયા હતા. 

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી