CBI એ ચિદમ્બરમના ઘરમાંથી કરી અટકાયત

27 કલાક બાદ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇની ટીમ તેમને ગાડીમાં બેસાડીને લઇ ગઇ છે. આ પહેલા ચિદમ્બરમ રાત્રે કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમની સાથે ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, મોતીલાલ વોરા, એહમદ પટેલ તેમજ અભિષેક મનુ સિંઘવી સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ ઉપસ્થિત હતા. ચિદમ્બરમે પત્રકારો સમક્ષ અમુક વાતો રજૂ કરી હતી. અહીંથી તેઓ સીધા તેમના ઘરે પહોંચ્યા જ્યાં અત્યારે દિવાલ કૂદીને અધિકારીઓ તેમની ધરપકડ માટે પહોંચ્યા હતા.

1 કલાકની પૂછપરછ બાદ પી ચિદમ્બરમની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી. DCP આનંદ શર્માની ટીમે ચિદમ્બરમની ધરપકડ કરી છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સીબીઆઇ દ્વારા તેમને RML હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયા છે. ત્યાંથી તેમને પૂછપરછ અર્થે સીબીઆઇના મુખ્ય કાર્યાલય લઇ જવાશે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી