સીબીઆઇએ જણાવ્યું હતું કે અમે ભાગેડુ નીરવ મોદીને યુકેથી સ્વદેશ પાછો લાવવા દરેક પ્રકારના શકય પ્રયાસ કરી રહ્યા છીએ. સીબીઆઇ ઉપરાંત ઇડી પણ નીરવ મોદીને સ્વદેશ લાવવાની કોશિશ કરી રહ્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, લંડનની અદાલતે નીરવ મોદીની ધરપકડ માટે વોરંટ બહાર પાડ્યું હતું. પંજાબ નેશનલ બેન્કને લગતા બે અબજ ડોલરના કૌભાંડમાં જવેલરી ડિઝાઇનર નીરવ મોદી મુખ્ય આરોપી છે. થોડા દિવસ પહેલા અચાનક નીરવ મોદી લંડનમાં દેખાયા હતા.
હાલમાં જ મુંબઇની એક વિશેષ કોર્ટે નીરવ મોદીની પત્ની સામે પણ બિન-જામીન વોરંટ જાહેર કર્યું હતું. નીરવ મોદીની પત્ની પર આરોપ છે કે, તેણે 3 કરોડ ડોલર ટ્રાંસફર કરવા માટે ઇન્ટરનેશનલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. શંકા છે કે આ પૈસા બેંકથી લેવામાં આવેલી લોનના હતા. આ પૈસાથી ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં એક મિલકત ખરીદવામાં આવી હતી.
126 , 3