મનીષ ગુપ્તા કેસની થશે CBI તપાસ, પરિવારને મળશે 40 લાખની આર્થિક મદદ

CM યોગીએ પરિવારના સભ્યોને મળ્યા બાદ સહાયની રકમ વધારી..

ઉત્તર પ્રદેશના મનીષ ગુપ્તા કેસની CBI તપાસ થશે. યુપી સરકારે સીબીઆઇ તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પીડિત પરિવાર માટે 30 લાખ રૂપિયાની વધારાની સહાયની મંજૂરી આપી છે.

આ પહેલા ગઈકાલે (ગુરૂવાર) 10 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર અસીમ અરૂણ અને ધારાસભ્ય સુરેન્દ્ર મેથાની 30 લાખનો ચેક પીડિત પરિવારને સોંપશે. મુખ્યમંત્રીએ પરિવારના સભ્યોને મળ્યા બાદ સહાયની રકમ વધારવાની ખાતરી આપી હતી.

નોંધનીય છે કે ગોરખપૂરમાં એક પ્રોપર્ટી બિઝનેસમેનની મોતની ઘટના બાદ ઉત્તર પ્રદેશ પોલીસ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. 27 સપ્ટેમ્બરની રાતે કે હોટલમાં છ પોલીસ જવાનો ચેકિંગનાં નામે પહોંચી હતી તે બાદ કારોબારી અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. તે બાદ તે મનીષ ગુપ્તાની મોત થઈ ગઈ. 

પરિવારજનોનો આરોપ છે કે પોલીસ જવાનોએ જ મનીષની હત્યા કરી છે. જોકે પોલીસ કહી રહી છે કે પગ લપસી જવાના કારણે મનીષનું મોત થયું હતું એવામાં સત્યની તપાસ કરવામાં આવી છે. પ્રત્યક્ષ સાક્ષી હરબીરે જણાવ્યું છે કે પોલીસ જવાનોએ મનીષ ગુપ્તાની પિટાઈ કરી હતી અને મનિષે સવાલ કરતાં પોલીસ જવાનો ભડકી ગયા હતા, જે બાદ પોલીસે જેલમાં બંધ કરવાની ધમકી આપીને મનીષને લઈને લિફ્ટ સુધી ઢસડીને લઈ ગયા અને માર મારવાનો આદેશ PI જેએન સિંહે આપ્યા હતા. 

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી