CBIના સંદર્ભમાં બિનભાજપી રાજ્યોના નિર્ણય પર સુપ્રીમની મહોર

CBI તપાસ માટે સંબંધિત રાજ્યોની મંજૂરી લેવી જરૂરી, સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે CBI તપાસને લઈને એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. હવે CBIને તપાસ માટે રાજ્યની મંજુરી લેવી પડશે. CBIની તપાસને લઇને ઘણી વખત સવાલ સામે આવે છે કે તપાસ માટે સંબંધિત રાજ્યોની મંજૂરી લેવી જરુરી છે? હવે સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો નિર્ણય આપ્યો છે. હવે સીબીઆઇ તપાસ માટે સંબંધિત રાજ્યોની મંજૂરી લેવી ફરજિયાત થશે. સુપ્રીમ કોર્ટે એક ચૂકાદામાં ગુરુવારના રોજ પુષ્ટિ કરતાં કહ્યું કે બંધારણીય જોગવાઇ સંઘીય પાત્રના અનુરુપ છે.

તાજેતરમાં CBI તપાસને લઇ ભારે વિવાદ સર્જાયો હતો. જેમાં ખાસ કરીને બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં મુંબઇ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મુંબઇ પોલીસની તપાસ સાચી દિશામાં હોવાનું જણાવીને સીબીઆઇને આ કેસની તપાસ સોંપાય એનો વિરોધ કર્યો હતો.

મહારાષ્ટ્રના પગલે અન્ય એક બે રાજ્યોએ પણ સીબીઆઇને આપેલી પરવાનગી પાછી ખેંચી લીધી હતી.  સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ 1946 અન્વયે આ નિયમ લાગુ પડે છે. કોઇ પણ કેસની તપાસ શરૂ કરવા અગાઉ સીબીઆઇએ સંબંધિત રાજ્ય સરકારની સંમતિ અને પરવાનગી લેવી જરૂરી બની રહે છે.

ખરેખર, કેન્દ્ર-રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણીમાં પોલીસ એ એક રાજ્યનો વિષય છે. આમ તપાસનો અધિકાર પહેલો રાજ્ય પોલીસનો હોય છે. પરંતુ કેન્દ્રીય તપાસ એજન્સી હોવાના કારણે આ મામલે તપાસ સીબીઆઇને કરવી હોય તો રાજ્ય સરકારની મંજૂરી લેવી જરુરી છે.

મંજૂરી પણ બે પ્રકારની હોય છે. પહેલી, કેસ વિશેષ અને બીજી સામાન્ય. સીબીઆઇનો અધિકાર ક્ષેત્ર કેન્દ્ર સરકારના વિભાગો અને કર્મચારીઓ પર છે, પરંતુ રાજ્ય સરકાર સાથે જોડાયેલ કેસની તપાસ કરવા માટે સંબંધિત રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર