134 કરોડના કૌભાંડમાં 6 જગ્યાઓએ CBIના દરોડા…

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની ગુજરાત સ્થિત કંપની વિરૂદ્ધ કાર્યવાહી..

યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલી ગુજરાત સ્થિત કંપની વિરુદ્ધ કૌભાંડ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી ચાલી રહી છે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રૂપિયા 134.34 કરોડની છેતરપિંડી કરવા મામલે સીબીઆઈએ કંપની અને તેના ડિરેક્ટર સામે કેસ નોંધ્યો છે. આ સાથે સીબીઆઈએ મુંબઇમાં 6 સ્થળોએ દરોડા પાડીને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ પ્રાપ્ત કર્યા છે.

મળતી માહિતી અનુસાર ,સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની કાર્યવાહી અંગે એજન્સીએ જણાવ્યું હતું કે,કચ્છના ગાંધીધામના એસોસિયેટ હાઇ પ્રેશર ટેકનોલોજી પ્રા.લિ., અને તેના ડિરેક્ટર રામચંદ કે ઇરાની, મોહમ્મદ ફારૂક સુલેમાન દરવેશ, શ્રીચંદ સતરામદાસ અગીચા, ઇબ્રાહિમ સુલેમાન દરવેશ અને અજાણી સરકાર અધિકારીઓ એફઆઈઆર કર્મચારીઓ વિરુદ્ધ નોંધાઈ છે.હકીકતમાં સીબીઆઈના દરોડા પૂર્વે સરકારી બેંક દ્વારા આરોપી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી, તે ફરિયાદ મુજબ, કંપનીએ બેંક દ્વારા અપાયેલી લોનનો દુરુપયોગ કર્યો હતો અને પૈસા અન્ય બેંકિંગ ચેનલો દ્વારા ટ્રાન્સફર કર્યા હતા.

વધુમાં ,ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ઉપરોક્ત કંપનીની પ્રવૃત્તિઓ યુનિયન બેંક દ્વારા લોન મંજુર કરવા માટેની શરતોનું ઉલ્લંઘન કરે છે. તેથી કડક કાર્યવાહી થવી જોઇએ.

 55 ,  1