રાજકોટ-ઉપલેટા સહિત 7 સ્થળોએ દરોડા, મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર્સ સામે કેસ

છેતરપિંડી કેસમાં CBIની મોટી કાર્યવાહી

છેતરપિંડી કેસમાં CBI દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ અને ઉપલેટા સહિત સાત સ્થળોએ CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટની મનદીપ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યુનિયન બેન્ક સાથે 44 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

CBIને દરોડા દરમિયાન ઘરમાંથી દસ્તાવેજ મળી આવ્યા છે. સીબીઆઈને સર્ચ ઓપરેશન દરમિયાન દસ્તાવેજ મળી આવ્યા છે. CBIએ કંપનીના ડાયરેક્ટર્સ વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. કંપનીએ આશીષ બી. તલાવિયા, કિશોર વૈષ્ણવી, રામજી એચ.ગજેરા, કલ્પેશ પી.તલાવિયા, ભાવેશ એમ. તલાવિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

હાલ CBIની કાર્યવાહી ચાલી રહી છે, વધુ વિગતો માટે રાહ જોવાઇ રહી છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી