અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ ગોમતી રિવર ફ્રંટ કૌભાંડમાં CBIના દરોડા

1500 કરોડના પ્રોજક્ટની 95 ટકા રકમ ચાઉં કરી ગયા અધિકારીઓ

ઉત્તરપ્રદેશમાં અખિલેશ સરકારના કાર્યકાળ દરમ્યાન સમાજવાદી પાર્ટીના મહત્વકાંક્ષી ડ્રીમ પ્રોજેક્ટ ગોમતી નદીના તટે બની રહેલા રિવર ફ્રંટ સાથે સંકળાયેલા કૌભાંડમાં સોમવારે CBIએ ઘણા જિલ્લાઓમાં દરોડા પાડ્યા છે. એટલું જ નહીં સીબીઆઈએ યુપી સિવાય પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ છાપેમારી કરવામાં આવી છે.

અખિલેશ સરકાર કાર્યકાળ દરમ્યાન ગોમતી નદી પરિયોજનામાં કથિત અનિયમિતાની તપાસ માટે CBIએ નવો કેસ દાખલ કર્યો છે. યુપીમાં 40, રાજસ્થાનમાં અને પશ્ચિમ બંગાળમાં 1-1 સહિત કુલ 42 સ્થળો પર CBIની અલગ-અલગ ટીમ તપાસી રહી છે. આ કેસમાં કુલ 189 લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જે પૈકી ઘણા સુપ્રિટેન્ડ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર શામેલ છે. યુપીમાં લખનૈઉ ઉપરાંત નોયડા, ગાજિયાબાદ, બુલંદશહર, રાયબરેલી, સીતાપુર, ઈટાવા અને આગરામાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે.

મહત્વનું છે તે સીબીઆઈ લખનૈઉના એન્ટી કરપ્શન બ્રાન્ચે પ્રદેશ સરકારના આદેશ પર સિંચાઈ વિભાગની તરફથી લખનૈઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા કેસને આધાર બનાવીને 30 નવેમ્બર 2017માં નવો કેશ દાખલ કરવામાં આવ્યો હતો.

હકીકતે રિવર ફ્રંટ કૌભાંડમાં કેસમાં પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રોજેક્ટમાં મન ફાવે તેમ ખર્ચ બતાવીનને સરકારી ધનનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ લગભગ 1513 કરોડ રૂપિયાનો હતો. જેમાંથી 1437 કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયા બાદ પણ અત્યાર સુધી 60 ટકા કામ પુરુ નથી થયું. આરોપ એ છે કે જે કંપનીને આ કામ સોંપવામાં આવ્યું છે તે પહેલાથી ડિફોલ્ટર હતી.

નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર સત્તામાં આવ્યા બાદ જ અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ રિવર ફ્રંટ કૌભાંડ કેસ અંગે પ્રાથિમક તપાસના આદેશ આપ્યા બાદ કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે જેને પગલે આ કૌભાંડમાં સંકળાયેલા લોકો પર શિંકજો કસવામાં આવી રહ્યો છે. આશરે 1500 કરોડના કૌભાંડ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

 66 ,  1