મહંત નરેન્દ્ર ગિરીના મોતની તપાસ CBI કરશે..

યોગી સરકારે કરી હતી ભલામણ

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીના મોતના મામલામાં ઉત્તર પ્રદેશ સરકારે CBI તપાસની ભલામણ કરી છે. તેમના મોતનો મામલો તૂલ પકડી રહ્ય હતો. આ ઘટનાની તપાસ માટે સતત CBI તપાસની માંગ કરવામાં આવી રહી હતી. 

ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે કહ્યુ કે, પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી જીના દુખદ મૃત્યુ સાથે જોડાયેલા પ્રકરણની મુખ્યમંત્રીના આદેશ પર CBI તપાસ કરાવવાની ભલામણ કરવામાં આવી છે. 

નરેન્દ્ર ગિરીના મોતની તપાસ માટે બનેલી એસઆઈટીએ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. બુધવારે સાંજે તપાસ ટીમે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ કેસમાં નામજોગ આરોપી આનંદ ગિરી સિવાય મંદિરમાંથી કાઢી મુકવામાં આવેલા પુજારીને પણ આરોપી બનાવવામાં આવી રહ્યા છે. આ સિવાય કોલ ડિટેલ અને નિવેદનોના આધાર પર કેસમાં સામેલ અન્ય આરોપી પણ પ્રકાશમાં આવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર ગિરીની કથિત સુસાઈડ નોટમાં આનંદ ગિરી, આદ્યા તિવારી અને સંદીપ તિવારી પર માનસિક ત્રાસ અને બ્લેકમેલ કરવાનો આરોપ હતો. નરેન્દ્ર ગિરીએ પોલીસ અને વહીવટી અધિકારીઓ પાસેથી આ ત્રણેય સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ યુપી પોલીસે હરિદ્વારથી આનંદ ગિરીની અટકાયત કરી હતી.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી