અમદાવાદની ED ઓફિસમાં CBIની રેડ, ડેપ્યૂટી ડાયરેક્ટર અને આસિ. ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયા

અમદાવાદની EDના બે અધિકારીની પાંચ લાખની લાંચ લેતા ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા દરોડા પાડ્યાનું તમે સાંભળ્યું હશે પણ આજે એક ઉલટી ગંગા જોવા મળી છે. અમદાવાદમાં EDની ઓફિસમાં CBIના ACB વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે. આ રેડમાં EDના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાઇ ગયા છે.

અમદાવાદમાં EDની ઓફિસમાં CBIએ રેડ પાડી છે જેમા ડેપ્યૂટી ડાયરેક્ટર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર વેપારીઓ પાસેથી લાંચ લેતા ઝડપાયા છે. CBIના ACB વિભાગ દ્વારા આ રેડ પાડવામાં આવી હતી.અમદાવાદના (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)ઇડીના બે અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે. બંને અધિકારીઓને એસીબીની ટીમે પાંચ લાખની લાંચ લેતા પકડાયા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના પ્રહલાદનગર સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ડિપાર્ટમેન્ટ (ઇડી)ની કચેરીમાં સીબીઆઇના એસીબી વિભાગ દ્વારા ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નાયબ નિયામક અને સહાયક નિયામક વેપારીના પાંચ લાખ લઇ રહ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

 97 ,  1