CBSEની ધો-10ની પરીક્ષા રદ્દ, વિદ્યાર્થીઓને પ્રમોટ કરાશે : ધો-12ની પરીક્ષા મુલતવી

પીએમ મોદીની બેઠક બાદ લેવામાં આવ્યો નિર્ણય 

કોરોના વાયરસના કારણે ધો.10 અને 12ની સીબીએસઈ બોર્ડની પરીક્ષાને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સીબીએસઈ દ્વારા ધો.10 પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે અને 12માની પરીક્ષા પાછળ ઠેલવામાં આવી છે. 12માની પરીક્ષાની નવી તારીખે 1 જૂને રિવ્યૂ મીટિંગ કરીને જાહેર કરાશે. પીએમ મોદી સાથે આજની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.

પરીક્ષાઓ ચોથી મેથી 10 જૂન સુધી યોજાશે. ડેટ શીટ મુજબ 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ 4 મેથી શરૂ થશે. 10માંની પરીક્ષા 7 જૂન સુધી જ્યારે 12માંની પરીક્ષા 11 જૂન સુધી ચાલશે. પરીક્ષા ઓફલાઈન યોજાશે અને પેપરમાં 33% ઈન્ટરનલ ચોઈસના સવાલ જ હશે. પરીક્ષાનો સિલેબસ પણ 30% જ કરવામાં આવ્યો છે. નિશંકે એ પણ જણાવ્યું કે, સ્કૂલ પહેલી માર્ચથી પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ કરશે પરંતુ જો કોરોનાનો પ્રકોપ વધશે તો પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન પછી પણ થઈ શકે છે.

CBSEની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે આજે પીએમ મોદીએ આ પરીક્ષા મુદ્દે મોટી બેઠક બોલાવી હતી જેમાં બોર્ડ અને સરકારના મોટા મોટા અધિકારીઓ તથા શિક્ષણ મંત્રી સામેલ થયા હતા. બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવશે નહીં. ધોરણ 12 માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે પહેલી જૂન બાદ પરિસ્થિતિને જોયા બાદ પરીક્ષા લેવામાં આવશે. 

 80 ,  1