કર્ણાટકઃ CCDના સંસ્થાપક વીજી સિદ્ધાર્થ નદી પાસેથી ગુમ..

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાના જમાઈ અને કેફે કોફી ડેના સંસ્થાપક અને વીજી સિદ્ધાર્થ ગઇકાલ સોમવારથી ગુમ છે. તેમને શોધવા માટે પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિએ જણાવ્યું કે, રાત્રે અંદાજે 9 વાગે સિદ્ધાર્થ ઉલાલ વિસ્તારમાં પુલ પરથી નેત્રાવતી નદીમાં કુદી ગયા છે. આ પુલ મેંગલુરુથી અંદાજે 6 કિમી દૂર છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સહિત ઘણાં લોકો કૃષ્ણાના ઘરે પહોંચી ગયા છે.

ડ્રાઈવરે જણાવ્યું કે, સિદ્ધાર્થ ઉલાલ પુલ પર ફરવા આવ્યા હતા. અહીં તેમણે એક બાજુ કાર રોકાવી હતી અને પછી ચાલતા ફરવા નીકળી ગયા હતા. હું તેમની કારમાં જ રાહ જોતો હતો. જ્યારે તેઓ 90 મિનિટ સુધી ન આવ્યા ત્યારે મેં પોલીસને જાણ કરી હતી.

ડ્રાઈવરના નિવેદનથી પોલીસને શંકા છે કે સિદ્ધાર્થ નદીમાં કુદી ગયા છે. તેથી પોલીસ તેમની શોધમાં નદીમાં પણ સર્ચ ઓપરેશન કરી રહી છે. તપાસ દરમિયાન પોલીસને સિદ્ધાર્થે લખેલો એક પત્ર પણ મળ્યો છે. જે અંદાજે 3 દિવસ પહેલાં જ લખ્યો હોવાનું માનવામાં આવે છે. આ પત્રમાં સિદ્ધાર્થે પોતાને એક નિષ્ફળ વેપારી ગણાવ્યો છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી