વીર સપુતની વિદાયઃ હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત

સંસદમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આપી માહિતી

તમિલનાડુના કન્નુરના જંગલમાં બુધવારે સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થયું. આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી. જેમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિકા સહિત 12 અધિકારી શહીદ થયા છે. નોંધનીય છે કે, આ હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. દુર્ઘટના બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે.

જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે જનરલ રાવત ઈજાગ્રસ્ત હોવાના કારણે તેમને વેલિંગ્ટનની મિલિટ્રી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમની સ્થિતિ અત્યંત ગંભીર હતી. અને આખરે દેશના આ વીર સપુતે આ દુનિયામાંથી વિદાય લીધી છે. દિલ્હીમાં બિપિન રાવતના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખપદ રહ્યા. તેમને 1 જાન્યુઆરી 2020ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી મળી છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરતા લખ્યુ- તમિલનાડુમાં આજે એક દુર્ભાગ્યપૂર્ણ હેલીકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય સશસ્ત્ર દળોના જવાનોના આકસ્મિત નિધનથી ખુબ દુખ થયું. તેમનું અચાનક નિધન આપણા સશસ્ત્ર દળ અને દેશ માટે એક અપૂર્ણિય ક્ષતિ છે.

આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરતા કહ્યુ કે, હું તમિલનાડુમાં હેલીકોપ્ટર દુર્ઘટનાથી ખુબ દુખી છું. જેમાં આપણે જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સશસ્ત્ર દળના અન્ય કર્મીઓને ગુમાવી દીધા છે. તેમણે સંપૂર્ણ લગન સાથે ભારતની સેવા કરી. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. 

ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કરતા કહ્યુ કે દેશ માટે એક દુખદ દિવસ છે… કારણ કે આપણે સીડીએસ જનરલ બિપિન રાવત જીને એક મોટી દુખદ દુર્ઘટનામાં ગુમાવી દીધા છે. તેઓ બહાદુર સૈનિકોમાંથી એક હતા, જેણે અત્યંત ભક્તિની સાથે માતૃભૂમિની સેવા કરી છે. તેમને યોગદાન અને પ્રતિબદ્ધતાને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. મને ખુબ દુખ છે. 

જનરલ રાવતનો આ હતો કાર્યક્રમ

  • એક સ્પેશિયલ એરક્રાફ્ટ દ્વારા બુધવારે સવારે 9 કલાકે જનરલ રાવત અને તેમના પત્ની સહિત 9 લોકો દિલ્હીથી રવાના થયા અને આશરે 11.35 કલાકે એરફોર્સ સ્ટેસન સુલૂર પહોંચ્યા.
  • આશરે 10 મિનિટ બાદ 11 કલાક 45 મિનિટ પર એરફોર્સ સ્ટેશન સુલૂરથી દિલ્હીથી આવેલા 9 લોકો અને 5 ક્રૂના સભ્ય એટલે કે કુલ 14 લોકો વેલિંગટન આર્મી કેમ્પ માટે હેલીકોપ્ટરથી રવાના થયા.
  • બપોરે આશરે 12 કલાક 20 મિનિટ પર નંચાપા ચાતરમના કટ્ટેરિયા વિસ્તારમાં 14 લોકો ભરેલું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું.
  • હેલીકોપ્ટરે એરફોર્સ સ્ટેશન સુલૂરથી ઉડાન બર્યા બાદ આશરે 94 કિલોમીટરની સફર કરવાની હતી તે કટ્ટેરિયા વિસ્તારમાં ક્રેશ થઈ ગયું.
  • દુર્ઘટનાસ્થળ અને હેલીકોપ્ટરના ગંતવ્યસ્થાનમાં માત્ર 16 કિલોમીટરનું અંતર હતું. એટલે કે વેલિંગટન આર્મી કેમ્પથી 16 કિલોમીટર પહેલા જ જનરલ રાવતનું હેલીકોપ્ટર દુર્ઘટનાનું શિકાર થઈ ગયું. 
  • મોટી વાત છે કે જનરલ બિપિન રાવતનું હેલીકોપ્ટર જો પાંચ મિનિટ વધુ ઉડ્યુ હોત તો મંજિલ સુધી પહોંચી ગયું હોત, પરંતુ રસ્તામાં જ દુર્ઘટના થઈ ગઈ.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી