CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ, 14માંથી 13ના મોત

DNA ટેસ્ટથી થશે ઓળખ

તમિલનાડુના કુન્નુરમાં બુધવારે બપોરે 12:20 વાગ્યે આર્મીનું Mi-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ગાઢ જંગલોમાં થયેલા આ અકસ્માત બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા સહિત સેનાના 14 અધિકારીઓ સવાર હતા. ન્યૂઝ એજન્સીના અનુસાર 13 લોકોના મોત થયા છે.

દુર્ઘટનાના લગભગ એક કલાક પછી, એવી માહિતી મળી કે જનરલ રાવતને વેલિંગ્ટનની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ગંભીર રીતે ઘાયલ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિલ્હીમાં જનરલ રાવતના ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. રક્ષા મંત્રી ગુરુવારે સંસદમાં આ ઘટના પર નિવેદન આપશે.

જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે. તેમણે 1 જાન્યુઆરી 2020ના રોજ આ પદ સંભાળ્યું હતું. રાવતે 31 ડિસેમ્બર 2016 થી 31 ડિસેમ્બર 2019 સુધી આર્મી ચીફનું પદ સંભાળ્યું હતું.

હેલિકોપ્ટરમાં આ લોકો હતા સવાર
1. જનરલ બિપિન રાવત
2. મધુલિકા રાવત
3. બ્રિગેડિયર એલએસ લિદ્દર
4. લે.કર્નલ હરજિંદર સિંહ
5. નાયક ગુરસેવક સિંહ
6. નાયક જિતેન્દ્ર કુમાર
7. લાંસ નાયક વિવેક કુમાર
8. લાંસ નાયક બી. સાઈ તેજા
9. હવાલદાર સતપાલ

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી