CDS બિપિન રાવતની ચીનને ચેતવણી, LAC પર કોઈપણ ફેરફારને સ્વીકારીશું નહીં

અમારી નીતિ સ્પષ્ટ છે, અમે એલએસી પર કોઇ ફેરફાર કરવા નથી માંગતા : બિપિન રાવત

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે એલએસીને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. બિપિન રાવતે કહ્યું કે પૂર્વીય લદ્દાખમાં એલએસીની નજીક સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. તેમને કહ્યું અમારી નીતિ સ્પષ્ટ છે. અમે એલએસી પર કોઇ ફેરફાર કરવા નથી માંગતા.

ચીફ ઓફ ડિફન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું કે, પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની પાસે સ્થિતિ સામાન્ય નથી. તેમણે કહ્યું કે, અમારું વલણ સ્પષ્ટ છે, અમે વાસ્તવિક નિયંત્રમ રાખામાં કોઈપણ ફેરફારને સ્વીકારીશું નહીં. જનરલ રાવતે કહ્યું કે, ચીનની પીએલએ લદ્દાખમાં પોતાના દુસ્સાહસને લઈને ભારતીય દળોની મજબૂત પ્રતિક્રિયાને કારણે અસમાન્ય પરિણામનો સામનો કરી રહ્યું છે.

નોંધનિય છે કે, પૂર્વી લદ્દાખમાં ભારે ઠંડીની સ્થિતિમાં ભારતના લગભગ 50 હજાર સૈનિક કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે પર્વતીય ઉંચાઈઓ પર તૈનાત છે. છ મહિનાથી ચાલતા વિવાદને લઈને બંન્ને દેશો વચ્ચે પૂર્વમાં થયેલી અનેક બેઠકોનું અત્યાર સુધી કોઈ મજબૂત પરિણામ નિકળ્યું નથી. અધિકારીઓ અનુસાર ચીની સેનાએ પણ લગભગ 50,000 સૈનિક તૈનાત કરી રાખ્યા છે.

વિદેશમંત્રી એસ જયશંકરે હાલમા કહ્યુ હતું કે, ભારત અને ચીન વચ્ચે ગંભીર તણાવ છે તથા સરહદ મેનેજમેન્ટને લઈને બંન્ને પક્ષો દ્વારા કરવામાં આવેલી સમજુતીનું સન્માન કરવું જોઈએ. 

તો બીજી તરફ ભારતીય સેના શુક્રવારે થવા જઈ રહેલી કોર કમાન્ડર સ્તરની આઠમાં રાઉન્ડની બેઠકમાં પૂર્વી લદ્દાખમાં વિરોધ વાળા બધા સ્થાનોથી ચીની સૈનિકોની પૂર્ણ વાપસી પર ભાર આપશે. સત્તાવાર સૂત્રોએ ગુરૂવારે આ વાત કહી છે. તેમણે કહ્યું કે, બેઠક શુક્રવારે સવારે સાડા નવ કલાકે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારતીય ક્ષેત્ર તરફના ચુશૂલમાં યોજાશે. 

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર